રશ્મિકા મંદાન્નાએ પોતાનો કોટ ઉતાર્યો અને ઈન્સ્ટાગ્રામ અને ટિ્વટર પર એક ફોટો શેર કર્યો. તેને શેર કરવાની સાથે તેણે લખ્યું, ‘જુદા જુદા પોઝ આપવાનો પ્રયાસ કરી રહી છું. શું આ કામ કરી રહ્યું છે?’ અભિનેત્રીનો આ વિચાર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેની તસવીર વાયરલ થઈ રહી છે. રશ્મિકા મંદાન્નાના ફોટોને ૧૯ લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ફેન્સ તેમના ફેવરિટ ફોટો પર જાેરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
એકે તેને તમિલની રાણી પણ કહી. સોશિયલ મીડિયા પર લોકો તેની સુંદરતાના દિવાના લાગે છે. ફિલ્મો અને ફોટાની સાથે રશ્મિકા મંદાન્ના આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને પણ ઘણી ચર્ચામાં છે. તેમની તાજેતરની સમાન પોસ્ટે તેમના સંબંધો તરફ દરેકનું ધ્યાન ખેંચ્યું. નવા વર્ષ નિમિત્તે બંનેએ એક-એક ફોટો શેર કર્યો અને તેની સાથે લખ્યું, ૐટ્ઠॅॅઅ દ્ગીુ અીટ્ઠિ સ્અ ર્ઙ્મદૃી. બંનેની તસવીરની પૃષ્ઠભૂમિ પણ સમાન હતી. જેના કારણે મીડિયામાં તેમના અફેરના સમાચારોએ જાેર પકડ્યું હતું.
સમાચાર અનુસાર, બંનેએ ગોવામાં એકસાથે નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. આ સિવાય તાજેતરમાં જ બંને એક રેસ્ટોરન્ટની બહાર પણ સાથે જાેવા મળ્યા હતા. આ દરમિયાન તે મીડિયાથી બચવા માટે રેસ્ટોરન્ટની અંદરથી અલગથી બહાર આવ્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર કેટલીક વધુ તસવીરો અને વીડિયો સામે આવ્યા, જેમાં વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદન્ના સાથે જાેવા મળ્યા હતા. બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે, આ કપલની કેમેસ્ટ્રી સ્ક્રીન પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બંને રિયલ લાઈફમાં પણ સારી રીતે સાથે રહે છે.
જાે આપણે રશ્મિકાની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘મિશન મજનૂ’માં કામ કરી રહી છે. હિન્દી સિનેમામાં આ તેની પ્રથમ ફિલ્મ હશે. ત્યાં આ બાજુ વિજય દેવરાકોંડા પણ ‘લિગર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. રશ્મિકા મંદાના અન્ય સ્ટાર્સની જેમ જ ખૂબ જ વૈભવી જીવન જીવે છે.
રશ્મિકા મંદાના સાઉથની ફિલ્મો, એડવર્ટાઇઝિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા ઘણી કમાણી કરે છે. રશ્મિકા મંદાના કન્નડ ફિલ્મ ઉદ્યોગની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. મીડિયા રિપોર્ટ મુજબ તે એક ફિલ્મ માટે ૪ કરોડ રૂપિયા સુધીની ફી લે છે. તેની કુલ નેટ વર્થ ૩૦ કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.