એરપોર્ટ બહાર રોહિત શર્માનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત, કલાકો સુધી રાહ જોઈને ફેન્સે ફોટો પણ પડાવ્યા, આખો દેશ ભાવુક

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Rohit Sharma Clicking Photos With Fans:  એશિયા કપની ફાઈનલ મેચમાં શ્રીલંકા સામે વિજય મેળવીને મોડી રાત્રે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ દેશ પરત ફર્યા હતા. જેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને ઇશાન કિશનનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ મુંબઈ પહોંચ્યા બાદ ઘરે જવા રવાના થયા હતા. આ દરમિયાન એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં ટીમ ઇન્ડિયાના (team india) ફેન્સ પણ હાજર હતા, જેને જોઇને કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) પણ બધા સાથે ફોટો પડાવ્યા હતા.

 

 

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની જીતથી તમામ ભારતીય ચાહકો ખુબ જ ખુશ છે. વર્ષ 2018 બાદ ભારત આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે. મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા પોતે પોતાની મર્સિડીઝ એસ ક્લાસ કાર ચલાવીને બહાર આવ્યો હતો. આ પછી, ગેટ પાસે ઉભેલા ચાહકોને જોઈને, તેણે તેની કાર રોકી અને બહાર આવ્યો અને પછી બધા સાથે ફોટા પાડ્યા.

 

 

કેપ્ટન રોહિત શર્માની આ કારની કિંમતની વાત કરીએ તો તે લગભગ 2 કરોડ રૂપિયા છે. રોહિત ઉપરાંત વિરાટ પોતાની દોઢ કરોડની કાર મર્સિડીઝ બેન્ઝ જીએલએસમાં પણ રવાના થયો હતો. આ સાથે જ શ્રેયસ અય્યર પણ એરપોર્ટથી પોતાની જી-વેગન કાર જાતે ચલાવીને ઘરે જવા રવાના થયો હતો.

 

ઓહ બાપ રે: અડધી રાત્રે અચાનક ટ્રેનના બે કટકા થઈ ગયા, જાણો કેમ થયો આટલો મોટો અકસ્માત

સરકાર જનતા પર મહેરબાન, કોઈ ગેરંટી વગર ૩ લાખની લોન આપશે, વ્યાજ પણ થોડુંક જ, આટલા જ ડોક્યુમેન્ટ જોઈશે

ગુજરાતીઓ સાવધાન, હજુ ૪ દિવસ ધોધમાર વરસાદ પડશે, હવે સૌરાષ્ટ્રનો વારો, જાણો નવી ઘાતક આગાહી

 

રોહિત પાસેથી હવે બધાને વર્લ્ડ કપ જીતવાની આશા

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ જે પ્રકારે દેખાવ કર્યો હતો, તેણે આગામી વન ડે વર્લ્ડ કપની તૈયારી અંગે પણ જણાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં જસપ્રિત બુમરાહ અને કેએલ રાહુલના પ્રદર્શન પર સૌની નજર હતી. બંને ખેલાડીઓએ પોતાની ફિટનેસ અને પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા હતા. હવે તમામ ચાહકોને આશા છે કે, આગામી વન ડે વર્લ્ડકપમાં પણ ટીમ ઈન્ડિયાનું આવું જ પર્ફોમન્સ જોવા મળે.

 


Share this Article