પૃથ્વી શૉ પર કથિત રીતે હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલ સપના ગિલ, ખેલાડી અને તેના મિત્રો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો. સપનાએ પણ કહ્યું કે તેણે ક્રિકેટર સાથે સેલ્ફી લેવાનું કહ્યું નથી અને શૉ દ્વારા તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા સાબિત કર્યા છે. ગિલએ કહ્યું કે તેણે શૉ પર હુમલો કર્યો નથી અને પૈસા પણ માંગ્યા નથી.
મારા પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો, થપ્પડ પણ મારી
નોંધપાત્ર વાત એ છે કે ભારતીય યુવા ખેલાડી શૉએ ગિલ અને તેના મિત્રો સામે કથિત રીતે દુર્વ્યવહાર અને હુમલો કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ફરી સપના ગિલે શો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને હવે આ મામલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.
અમે કોઈને માર્યા નથી, ન તો પૈસા માગ્યા
સપના ગિલે કહ્યું, “અમે કોઈને માર્યા નથી, ન તો પૈસા માગ્યા હતા… કે સેલ્ફી માગી નથી. અમે મજા કરી રહ્યા હતા, તેથી મારા મિત્રએ વિડિયો બનાવવાનો પ્રયાસ કર્યો… તેઓ મારા મિત્રને મારતા હતા.
ગિલ અને અન્ય 7 લોકોની ધરપકડ
તેણે વધુમાં ઉમેર્યું, “હું ત્યાં ગઈ અને તેમને રોક્યા. મારા મિત્રએ સાબિતી બતાવવા માટે વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં મારા મિત્રને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ મને બેઝબોલથી માર્યુ. એક-બે લોકોએ મને માર્યુ અને મારા પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો, થપ્પડ પણ મારી.
હોળી પછી આ લોકો રાજાની જેમ એશો-આરામની જિંદગી જીવશે, શુક્ર સાથે રાહુ પણ પૈસાનો વરસાદ વરસાવશે
કોઈને વશમાં કરવા હોય તો કેવી રીતે કરી શકાય? જયા કિશોરીની આ ટિપ્સ ફોલો કરો એટલે તમારું કામ થઈ જશે!
શૉ અને તેના મિત્ર આશિષ સુરેન્દ્ર યાદવે ગિલ અને તેના મિત્રો પર શારીરિક હુમલો કરવાનો અને તેમની કારમાં તોડફોડ કરવાનો આરોપ લગાવતી FIR નોંધાય હતી. એફઆઈઆર બાદ ઓશિવરા પોલીસે આ કેસમાં ગિલ અને અન્ય 7 લોકોની ધરપકડ કરી હતી. આ મામલો સોમવારે સુનાવણી માટે આવ્યો ત્યારે પોલીસે તેને અને અન્ય ત્રણ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 143, 148, 149, 384, 437, 504 અને 506 હેઠળ આરોપ મૂક્યો.