ધર્મેન્દ્ર સાથે કિસિંગ સીન પર શબાના આઝમીનું બોલ્ડ નિવેદન, કહ્યું- હેન્ડસમને કિસ કરવા મળે તો કોણ ના પાડે?

Lok Patrika
By Lok Patrika
Share this Article

Bollywood News: કરણ જોહરની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરી ચર્ચામાં છે. આ ફિલ્મ તેના અનોખા કોન્સેપ્ટ માટે પ્રસંશા પણ જીતી રહી છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ચાર દિવસમાં રોકી અને રાનીએ 51 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આલિયા ભટ્ટ અને રણવીર સિંહના ફેન્સ તેમની કેમેસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે. પરંતુ ફિલ્મમાં એક કિસિંગ સીન ભારે હોબાળો મચાવી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કિસિંગ સીન રણવીર અને આલિયાનો નથી. આ સીનમાં પીઢ અભિનેત્રી શબાના આઝમી અને ધર્મેન્દ્ર લિપ-લૉક કરતા જોવા મળે છે.

ફિલ્મ સાથે જોડાયેલો આ કિસિંગ સીન સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. કેટલાક લોકો આ દ્રશ્યની ટીકા કરી રહ્યા છે, જ્યારે મોટાભાગના લોકો તેની પાછળની વાર્તા જાણવા માંગે છે. આખરે, અભિનેતા ધર્મેન્દ્ર 87 વર્ષની ઉંમરે આ સીન કરવા માટે કેવી રીતે સંમત થયા? તે જ સમયે, શબાના આઝમીએ પણ 77 વર્ષની ઉંમરે આ બોલ્ડ સીન કરતી વખતે કોઈ સંકોચ દર્શાવ્યો નથી. તેના બદલે, અભિનેત્રીએ આ સીનને લઈને ખૂબ જ બોલ્ડ નિવેદન આપ્યું છે.

https://www.instagram.com/reel/CvWl2_KA_8t/?utm_source=ig_embed&ig_rid=ea82bc5d-c9e8-4b3f-aafa-1b6762c5fd20

વાયરલ કિસિંગ સીન વિશે વાત કરતાં શબાનાએ કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તે આટલો હંગામો મચાવશે! જ્યારે કિસિંગ સીન સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકો હસે છે અને હૂટિંગ કરે છે પરંતુ શૂટ દરમિયાન તે ક્યારેય કોઈ સમસ્યા ન હતી. એ વાત સાચી છે કે મેં આ પહેલા સ્ક્રીન પર ઘણા કિસિંગ સીન આપ્યા નથી પણ ધર્મેન્દ્ર જેવા હેન્ડસમ માણસને કોણ કિસ કરવા નથી માંગતું?

શબાના આઝમીએ એમ પણ જણાવ્યું કે તેમના પતિ જાવેદ અખ્તરને પણ આ કિસિંગ સીનથી કોઈ સમસ્યા નથી, પરંતુ તેમણે થિયેટરમાં સાથે મળીને ફિલ્મ જોઈ અને ખૂબ એન્જોય કર્યું.

સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો

ગુજરાતમાં લવ મેરેજ માટે માતા-પિતાની પરમિશન ફરજિયાતની ભુપેન્દ્ર પટેલની વાત પર દરેક નેતાનું જોરો-શોરોથી સમર્થન

ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?

આ પહેલા ધર્મેન્દ્રએ કિસિંગ સીન વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે મેં પણ તેની અપેક્ષા નહોતી કરી પરંતુ તે દબાણ નથી, અને મેં કહ્યું કે હું તે કરીશ. વળી, હું માનું છું કે રોમાંસની કોઈ ઉંમર હોતી નથી. ધર્મેન્દ્રએ છેલ્લે ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રો’માં નફીસા અલી સાથે કિસિંગ સીન આપ્યો હતો.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly