બોલો…! ડંકીએ રિલીઝ પહેલા જ 100 કરોડની રેવન્યૂ કમાઈ લીધી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

પઠાણ અને જવાનની સફળતા બાદ હવે બધા શાહરૂખ ખાનની ડંકીની રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્‍મ વર્ષ ૨૦૨૩માં રિલીઝ થઈ રહી છે. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ડંકી પઠાણ-જવાનથી સાવ અલગ લાગે છે. આ પહેલીવાર છે જ્‍યારે શાહરૂખ ખાન રાજકુમાર સાથે કામ કરી રહ્યો છે. ડંકી તારીખ 21 ડિસેમ્‍બરે સિનેમાઘરોમાં આવશે, જે પ્રભાસ અભિનીત ફિલ્‍મ સલાર સાથે ટકરાશે. દરમિયાન, અહેવાલો સામે આવ્‍યા છે કે ડંકીએ તેની રિલીઝ પહેલા જ 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ફિલ્‍મ ડંકીનું બજેટ 85 કરોડ રૂપિયા છે, જો કે તેમાં શાહરૂખ ખાન, રાજકુમાર હિરાની, તાપસી પન્નુ, વિકી કૌશલ સહિત બાકીના કલાકારોની ફી સામેલ નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે કે શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાણી ફિલ્‍મનો નફો શેર કરશે. પ્રિન્‍ટ, પબ્‍લિસિટી વગેરે સહિત ફિલ્‍મનું કુલ બજેટ લગભગ 120 કરોડ રૂપિયા છે. ડંકીનું શૂટિંગ લગભગ 75 દિવસમાં પૂરું થયું હતું, જેમાંથી 60 દિવસ શાહરૂખ ખાનના શૂટના હતા. ૧૦૦ કરોડમાં રાઇટ્‍સ વેચાયા છે.

આ પહેલા શાહરૂખ ખાનની જવાન રિલીઝ થઈ હતી, જેનું બજેટ લગભગ 300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સકનિલ્‍કના અહેવાલ મુજબ, ફિલ્‍મે ભારતમાં રૂ. 640.25 કરોડનું નેટ કલેક્‍શન કર્યું હતું, જ્‍યારે વિશ્વવ્‍યાપી કલેક્‍શન રૂ. 1160 કરોડ હતું. જવાન ડોમેસ્ટિક બોક્‍સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્‍મ છે, જ્‍યારે તે આમિર ખાનની દંગલથી આગળ, વર્લ્‍ડ વાઇડ હિન્‍દી કમાણી કરનારમાં બીજા સ્‍થાને છે. ઉલ્લેખનીય છે કે જવાન ઔર પઠાણે દુનિયાભરમાં 2000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આવી સ્‍થિતિમાં આ ફિલ્‍મ પાસેથી પણ દરેકને અપેક્ષાઓ છે. રાજકુમાર હિરાનીની છેલ્લી થિયેટર રિલીઝ સંજુતિ હતી, જે 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્‍મે અંદાજે 342.53 કરોડ રૂપિયાનું કલેક્‍શન કર્યું હતું.


Share this Article