શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’એ બોક્સ ઓફિસ પર ઉંધે માથે પછડાઈ, પ્રથમ દિવસે માંડ-માંડ 30 કરોડની કરી કમાણી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખની ફિલ્મ ‘ડંકી’ રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ઉંધે માથે પછડાઈ છે. શાહરૂખની આ વર્ષની આ ત્રીજી બિગ બજેટ ફિલ્મ છે. ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આ ફિલ્મ 21મી ડિસેમ્બરે રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર 30 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ડંકી’ એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર અડધી કમાણી કરી છે. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે, શાહરૂખની ‘જવાન’ અને ‘પઠાણ’ની સરખામણીમાં આ ફિલ્મ અડધી પણ કમાણી કરી શકી નથી. આ વર્ષની આ સાતમી સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ છે.

ફિલ્મને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ 2023 શાહરૂખ ખાન માટે ઘણું સારું વર્ષ રહ્યું છે. ‘પઠાણ’ અને ‘જવાન’ ફિલ્મોએ વિશ્વભરમાં હજારો કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સિવાય બોલિવૂડની કેટલીક અન્ય ફિલ્મોએ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.

ફિલ્મ ‘ડંકી’માં શાહરૂખ ખાનની સાથે તાપસી પન્નુ, વિક્રમ કોચર, વિકી કૌશલ, અનિલ ગ્રોવર અને બોમન ઈરાની લીડ રોલમાં છે. આ ફિલ્મમાં ચાર મિત્રોની વાર્તા જોવા મળે છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને ફિલ્મના ટીઝર અને ટ્રેલરને તેમજ ગીતોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે. હવે ‘ડિંકી’ જોવા માટે ચાહકો અને દર્શકોની ભીડ થિયેટરોમાં ઉમટી રહી છે પરંતુ લોકોમાં રોષ પણ જોવાઈ રહ્યો છે.

2 મહિના પહેલા રેકી, પાકિસ્તાનના 3-4 આતંકવાદીઓ અને હુમલા માટેનું ખાસ સ્થળ… પૂંછ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો

મધ્યપ્રદેશમાં લાઈવ કરો ‘દીપડામામા’ના દર્શન, પ્રવાસીઓ માટે કૂનોના જંગલમાં ચાર દીપડાઓ ખુલ્લા મુકાયાં

વિશ્વનું સૌથી મોંઘું ક્રિસમસ ટ્રી! એટલી કિંમતમાં ડઝનેક મર્સિડીઝ-ફરારી કાર ખરીદી શકાય, મુંબઈમાં કેટલાય વિલા આવી જાય

લોકોના જણાવ્યા પ્રમાણે લોકોએ ફિલ્મના અંતરાલ પહેલા ફિલ્મ સખત કંટાળાજનર લાગી રહ્યું છે. તો શાહરૂખના ફેનને આ ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં ચાર મિત્રોની વાર્તા જોવા મળે છે.


Share this Article