Entertainment News : શાહરૂખ ખાનને (shahrukh khan) બોલિવૂડના કિંગ તરીકે ઓળખવામાં આવે છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 2 દિવસમાં 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. કમાણીના મામલે શાહરૂખ ઘણા મોટા સ્ટાર્સના લિસ્ટમાં ટોપ પર છે. સાથે જ તેમની પત્ની ગૌરી ખાન (Gauri Khan) પણ કરોડો રૂપિયાની માલિક છે. તેણે પોતાની મહેનતના આધારે કરોડો રૂપિયાનો બિઝનેસ ઊભો કર્યો છે, જેમાંથી તે દર વર્ષે અઢળક કમાણી કરે છે.
ગૌરી ખાન એક મહાન ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેમણે વિશ્વની જાણીતી હસ્તીઓના ઘરોની રચના કરી છે. ગૌરી આ કૌશલ્યથી કરોડો કમાય છે. ગૌરી ખાન ઇન્ટીરિયર ડિઝાઇનર હોવાની સાથે સાથે એક સફળ નિર્માત્રી પણ છે. 2002માં તેણે પતિ શાહરૂખ ખાન સાથે પ્રોડક્શન હાઉસ ‘રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ’ની શરૂઆત કરી હતી.
સરકારની સૌથી મોટી જાહેરાત, ગુજરાતના 55 લાખ ખેડૂતો માટે મોટી સહાય કરી, જાણીને દરેક ઘરમાં ખુશીનો માહોલ
ગૌરી ખાન કરોડોની સંપત્તિના માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખની નેટવર્થ 6300 કરોડ છે, તો ગૌરીની નેટવર્થ 1600 કરોડ છે. શાહરૂખ ખાન અને ગૌરી ખાન બોલિવૂડના સૌથી ધનિક કપલમાંથી એક છે. ગૌરી ખાનની મુંબઈમાં એક લક્ઝરી શોપ છે, જેની કિંમત લગભગ 150 કરોડ હોવાનું કહેવાય છે.