લગ્નના 8 વર્ષ, 1 વર્ષ પણ સાથે ન રહ્યાં, 13 કરોડ આપ્યા, ‘પરફેક્ટ કપલ’ લાગતા શિખરે આયેશાએ કેમ આપ્યાં છૂટાછેડા?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Shikhar Dhawan Ayesha Mukherjee Divorce :  હાલ ભારતીય ટીમની બહાર રહેલા ક્રિકેટર શિખર ધવને (shikhar dhawan) પોતાની આયશા મુખર્જીને (ayesha mukherjee) છૂટાછેડા આપી દીધા છે. શિખર ધવને 2009માં આયેશા મુખર્જી સાથે સગાઈ કરી હતી અને ત્યારબાદ બંનેએ 2012માં લગ્ન કરી લીધા હતા. આયેશા મુખર્જી શિખરથી 10 વર્ષ મોટી છે. બંનેને એક બાળક છે. 4 ઓક્ટોબર, 2023 ના રોજ, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શિખર ધવનને છૂટાછેડા આપી દીધા હતા. શિખર ધવન અને આયેશા હંમેશા તસવીરોમાં ‘પરફેક્ટ કપલ’ જેવા દેખાતા હતા. તો પછી બંનેની વાત છૂટાછેડા સુધી કેમ પહોંચી, ચાલો જાણીએ…?

 

ક્રિકેટર શિખર ધવન અને આયેશા વચ્ચે ફેસબુક દ્વારા મિત્રતા થઈ હતી. શિખર ધવને પહેલી વાર આયેશાને હરભજન સિંહના ફેસબુક આઈડી પર જોઈ હતી. એક્ટિવિસ્ટ અને ફિલ્મમેકર દીપિકા નારાયણ ભારદ્વાજે હવે પોતાની એક્સ પોસ્ટ (ટ્વિટર) પર શિખર ધવન અને આયેશા મુખર્જીના લગ્ન અને છૂટાછેડા વિશે ઘણી વાતો લખી છે.

 

દીપિકા નારાયણનો દાવો છે કે, સગાઈ અને લગ્ન બાદથી જ આયેશા મુખર્જી શિખર ધવનનો ઉપયોગ કરી રહી હતી. આયશા મુખર્જીએ લગ્ન પહેલા વાયદો કર્યો હતો કે તે ઓસ્ટ્રેલિયાથી આવીને ભારતમાં જ રહીશ. પણ તેણે એવું ક્યારેય ન કર્યું. લગ્ન બાદ તે ઓસ્ટ્રેલિયા જતી રહી હતી.

 

શિખર ધવન અને આયેશા લગ્નના 8 વર્ષમાં એક વર્ષ પણ સાથે ન રહ્યા. શિખર ધવન હંમેશા પોતાના બાળકને મળવા માટે તલપાપડ રહે. આયેશાએ ધવન વિરુદ્ધ બીસીસીઆઇને મેસેજ પણ મોકલ્યા હતા. દીપિકા નારાયણે દાવો કર્યો છે કે આયેશા લગ્ન બાદ ઓસ્ટ્રેલિયા ગઈ હતી કારણ કે તેના પૂર્વ પતિ સાથે તેનું કમિટમેન્ટ હતું.

 

શિખર ધવને 8 વર્ષના લગ્નજીવનમાં આયેશાને 13 કરોડ રૂપિયા મોકલ્યા હતા. આયેશા પહેલેથી જ બે પુત્રીઓની માતા હતી … તેણે કહ્યું કે તે તેની પુત્રીઓને કારણે ભારત આવી શકી નથી. શિખર ધવને 13 કરોડ રૂપિયા ઉપરાંત બાળકોની સ્કૂલ ફી, ટ્રાવેલ, ક્રેડિટ કાર્ડ, તેમના વૈભવી જીવન પાછળ પણ લાખોનો ખર્ચ કર્યો છે.

 

 

શિખર ધવન અને આયેશાના પુત્રનો જન્મ પણ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. શિખરે ઓસ્ટ્રેલિયામાં 3 પ્રોપર્ટી ખરીદી હતી. આ તમામ સંપત્તિ સંયુક્ત રીતે અથવા મુખ્યત્વે આયેશાના નામે હતી, જ્યારે તમામ પૈસા શિખરે આપ્યા હતા. આયેશાએ શિખર ધવનને ઓસ્ટ્રેલિયામાં તેની તમામ સંપત્તિઓની માલિકી લેવાનું કહ્યું હતું.

 

 

એટલું જ નહીં આયેશાએ દીકરીઓ પર મોટી રકમ ખર્ચ કરવાનું પણ કહ્યું હતું, જેનો શિખર ધવને ઇનકાર કરી દીધો હતો. જેના કારણે આયશા અને શિખરના લગ્ન તૂટી ગયા હતા. આયેશાએ શિખર ધવન પાસેથી પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે 13 કરોડ રૂપિયા, ઓસ્ટ્રેલિયાની તમામ સંપત્તિની માલિકી અને જોરાવરની કસ્ટડીની માંગ કરી હતી. શિખરે પણ આ વાતો માટે હા પાડી હતી.

 

ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અને આખા દેશમાં વરસાદને લઈ અંબાલાલે કરી ઘાતક આગાહી, જાણીને ધ્રુજી ઉઠશો!

ભારતના દબાણ પછી કેનેડાને તાત્કાલિક પગલા લેવા પડ્યાં! મોટાભાગના રાજદ્વારીઓને સિંગાપોર અને મલેશિયા મોકલી દીધા

તને કહી દઉં છું અંદર ના આવતો…. મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા રણબીર કપૂરને શેનો પાવર આવી ગયો?

 

 

શિખર ધવને માર્ચ ૨૦૨૩ માં આયેશાની માંગણીઓને નકારી કાઢી હતી અને ક્રૂરતાના આધારે છૂટાછેડાનો દાવો દાખલ કર્યો હતો. જે બાદ હવે કોર્ટે શિખરને તલાક આપી દીધા છે. હાલ કોર્ટે શિખરને પુત્ર જોરાવરને મળવાનો અધિકાર આપ્યો છે. પરંતુ કસ્ટડી અંગે કોઈ નિર્ણય આપવામાં આવ્યો નથી. જોરાવર ઓસ્ટ્રેલિયન નાગરિક છે, એટલે કોર્ટે ભારત સરકારને જોરાવરની કસ્ટડી અંગે નિર્ણય લેવામાં હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે.

 

 


Share this Article