Bollywood News: અમિતાભ બચ્ચન તેમના કામને લઈને કેટલા ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધી તેઓ તેમની ઘણી ફિલ્મોના સેટ પર ઈજાગ્રસ્ત થઈ ચુક્યા છે. પરંતુ 1983માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની સાથે એવો અકસ્માત થયો હતો જેના કારણે તેમને ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડયુ્ં હતું. પરંતુ આચર્યની વાત એ છે કે રાજ બબ્બરની હિરોઈનને આ વાતની પહેલાથી જ જાણ હતી.
આ પ્રખ્યાત અભિનેત્રી બીજું કોઈ નહીં પણ તે સમયની ટોચની અભિનેત્રી સ્મિતા પાટીલ હતી. જેણે પહેલાથી જ અંદાજો લગાવી દીધો હતો કે અમિતાભ સાથે કંઈક ખોટું થવાનું છે. સ્મિતા પાટીલે કંઈપણ વિચાર્યા વિના મધરાતે સુપરસ્ટારને ફોન કર્યો હતો. તેણે અમિતાભ સાથે ફોન પર ઘણી વાતો કરી અને પોતાને આવેલા સપના વિશે પણ જણાવ્યું હતું. પરંતુ અમિતાભે તેમની વાતને નજરઅંદાજ કરી અને શૂટિંગ પર ચાલ્યા ગયા. આ પછી, ખરેખર તેની સાથે આવો અકસ્માત થયો, જેના પછી અભિનેતા ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલના બેડ પર રહ્યો. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતા અમિતાભ બચ્ચને કર્યો છે.
ખુદે બિગ બીએ વર્ણવી પોતાની આપવીતી
આ ઘટના વિશે ખુદ અમિતાભ બચ્ચને વર્ણન કર્યું હતું, જે સાંભળીને આજે પણ લોકો ચોંકી જાય છે. આ ઘટના ત્યારે બની જ્યારે અમિતાભ બચ્ચન વર્ષ 1983માં ફિલ્મ ‘કુલી’નું શૂટિંગ કરી રહ્યા હતા. તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે આ ફિલ્મના શૂટિંગ માટે તે બેંગલુરુ ગયા હતા. અચાનક રાત્રે 2 વાગે તેમના હોટલના રૂમના ઇન્ટર કોલ આવ્યો અને રિસેપ્શનિસ્ટે કહ્યું કે સ્મિતા પાટીલ તેમારી સાથે વાત કરવા માગે છે. અમિતાભને આંચકો લાગ્યો કે અડધી રાત્રે ફોન આવ્યો હશે. સ્મિતા પાટીલે કહ્યું કે તેણે અમિતાભ બચ્ચન વિશે ખરાબ સપનું જોયું છે. જો કે, બંનેએ તેને એક ખરાબ સપના તરીકે લીધું હતું.
જ્યારે ‘કુલી’ના સેટ પર મુખના મોમાથી બચ્યા બીગ બી
બિગ બીએ કહ્યું કે વાત ત્યાં જ ખતમ થઈ ગઈ અને તે બીજા દિવસે શૂટિંગ માટે ગયા. પરંતુ અમિતાભ બચ્ચન આજે પણ તે દિવસને ભૂલી શક્યા નથી. ‘કુલી’ના સેટ પર એક ફાઇટીંગ સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જેમાં બિગ બી અને પુનીત ઈસાર વચ્ચે જોરદાર લડાઈ થવાની હતી. આ સીનમાં જ પુનીત ઈસારે નકલી હિટ આપીને અમિતાભને નજીકના ટેબલ પર પટકવાના હતા. પરંતુ પુનીત પોતાનો શોટ ચૂકી ગયો અને કમનસીબે ટેબલની ધાર બિગ બીને પેટના નીચેના ભાગમાં વાગી. આ અકસ્માત બાદ પુનીતની કારકિર્દીમાં ઘણો ફરક આવી ગયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેના કારણે અમિતાભ બચ્ચનને ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું.
બ્રશ કરતી વખતે ઉલટી થવી એ ગંભીર રોગની નિશાની, તમારા આ અંગને થઈ શકે નુકસાન
તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં અમિતાભ બચ્ચન માંડ માંડ બચ્યા હતા. જોકે, આ ફિલ્મ અમિતાભ બચ્ચનની કારકિર્દીની યાદગાર ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એક્ટિંગને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.