કમસથી આજ પછી સંજય દત્ત સાથે ક્યારેય કામ નહીં કરુ… ધૂમ દારુ પીને સંજય દત્ત શ્રીદેવીના રૂમમાં ઘુસી ગયો અને પછી….

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

સંજય દત્તને બોલિવૂડનો બેડ બોય કહેવામાં આવે છે. સંજય દત્ત ડ્રગ્સથી લઈને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં નામ આવવા સુધીના અનેક વિવાદોમાં ફસાઈ ગયો છે. આજે અમે તમને સંજય સાથે જોડાયેલા આવા જ એક વિવાદ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજય દત્ત અભિનેત્રી શ્રીદેવીના મોટા ફેન હતા. શ્રીદેવીને મળવાની ઈચ્છામાં એક દિવસ સંજુ બાબાએ આવું સ્કેન્ડલ કર્યું હતું જેના પછી અભિનેત્રીએ કસમ ખાધી હતી કે તે જીવનમાં ક્યારેય સંજય દત્ત સાથે કામ નહીં કરે. ચાલો જાણીએ સંજય દત્તે આવું શું કર્યું હતું.

ફિલ્મ ‘હિમ્મતવાલા’ના શૂટિંગમા થયુ હતુ આવુ

સમાચાર અનુસાર મુંબઈમાં ફિલ્મ ‘હિમ્મતવાલા’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. સંજય દત્ત શ્રીદેવીના ચાહક હોવાથી તેણે નક્કી કર્યું કે તે અભિનેત્રીને મળશે. કહેવાય છે કે આ પછી સંજય દત્ત તે જગ્યાએ પહોંચી ગયો જ્યાં ફિલ્મ હિમ્મતવાલાનું શૂટિંગ ચાલી રહ્યું હતું. 

સંજય દત્ત સાથે ક્યારેય કામ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી

અહીં ઘણી શોધ કર્યા પછી પણ સંજય શ્રીદેવીને જોઈ શક્યો નહીં, ત્યારે જ યુનિટમાંથી કોઈએ સંજય દત્તને જાણ કરી કે શ્રીદેવી તેના રૂમમાં છે. પછી શું હતું દારૂના નશામાં ધૂત સંજય એ જ રૂમમાં ગયો જ્યાં શ્રીદેવી આરામ કરી રહી હતી. સંજય દત્તને નશામાં જોઈને શ્રીદેવી ડરી ગઈ અને જોરથી બૂમો પાડવા લાગી.

એક કથા કરવા માટે કેટલા રૂપિયા વસૂલે છે જયા કિશોરી, સંપત્તિ અને નેટવર્થ વિશે જાણીને તમારા હાજા ગગડી જશે

ખુબ જ નસીબદાર મહિલાના હાથ પર હોય છે આવા શુભ નિશાન, આખું જીવન મહારાણીની જેમ એશો આરામ સાથે જીવે

અંબાલાલ પટેલની મોટી આગાહી, આજથી ઠંડી થઈ જશે છૂમંતર, તાપમાનનો પારો સીધો આટલી ડીગ્રી સુધી પહોંચશે

આ ઘટનાથી શ્રીદેવી એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેણે સંજય દત્ત સાથે ક્યારેય કામ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઘટના બાદ બંને ફિલ્મ ‘ગુમરાહ’માં જોવા મળ્યા હતા. જોકે, એવું કહેવાય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓએ એકબીજા સાથે વાત કરી ન હતી.


Share this Article
TAGGED: ,