કપિલ શર્મા શો છોડ્યા બાદ રસ્તા પર દૂધ વેચવાની નોબત આવી ગઈ! જાણો ‘મશહુર ગુલાટી’ની હાલત કેવી હતી અને કેવી થઈ ગઈ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

સુનીલ ગ્રોવર ભલે કોઈપણ કોમેડી શોનો ભાગ ન હોય પરંતુ તે પોતાના ચાહકોનું મનોરંજન કેવી રીતે કરવું તે સારી રીતે જાણે છે. સમયાંતરે સુનીલ ગ્રોવર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઘણી બધી ફની પોસ્ટ્સ શેર કરે છે જે કોઈપણના ચહેરા પર સ્મિત લાવી શકે છે. હવે સુનીલ ગ્રોવરની નવી પોસ્ટ સામે આવી છે.

આ પોસ્ટ જોયા પછી પણ લોકોએ હસવાનું રોકી શકયા નહી. હવે તે દૂધવાળો માણસ બની ગયો છે. સુનીલ ગ્રોવરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે.

https://www.instagram.com/p/CnJg0W1L2ii/?utm_source=ig_embed&ig_rid=14683c18-bb5c-411c-a9c6-b1974f08b89f

સુનીલ ગ્રોવર વેંચે છે દૂધ

આ પોસ્ટમાં સુનીલ બાઇક પર બેસીને શેરીઓમાં દૂધ વેચતો જોવા મળે છે. બાઇકની બંને બાજુ દૂધના ડબ્બા બાંધેલા છે. કડકડતી ઠંડીમાં ઠંડીથી બચવા માટે તેણે માથા પર ટોપી પણ પહેરી છે. તેણે જેકેટ અને સ્વેટર પણ પહેર્યું છે. સુનીલ ગ્રોવર બાઇક પર બેસીને રસ્તા પર દૂધ વેચતો જોવા મળે છે. તેને દૂધ વેચતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ઘણા લોકો તેની મજા પણ લઈ રહ્યા છે.

યુઝર્સે પોસ્ટ જોઈ આપી આવી પ્રતિક્રિયા

ચાહકોને સુનીલ ગ્રોવરની આ પોસ્ટ ખૂબ જ મનોરંજક લાગી રહી છે. તેની પોસ્ટ પર ફેન્સ ખૂબ જ ફની રિએક્શન આપી રહ્યા છે. સુનીલની પોસ્ટનો આનંદ લેતા એક યુઝરે લખ્યું- સર, નાગને દૂધ પીવડાવો, તમને પુણ્ય મળશે. અન્ય યુઝરે લખ્યું- કેટલું પાણી ઉમેરાયું? અન્ય યુઝરે તેના આગામી પ્રોજેક્ટ વિશે પણ પૂછ્યું. યુઝરે લખ્યું- શું તમે માત્ર ઈન્સ્ટાગ્રામ પર કોમેડી કરતા રહેશો કે ગ્રાઉન્ડ પર પણ આવશો?

સુનીલને કપિલ શર્મા શોથી મેળવી સૌથી વધુ લોકપ્રિયતા

સુનીલ ગ્રોવરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેને કપિલ શર્મા શોથી સૌથી વધુ લોકપ્રિયતા મળી છે. શોમાં સુનીલની કોમિક ટાઈમિંગની દુનિયા ફેન બની ગઈ. કોમેડી સિવાય તે એક્ટિંગમાં પણ ખૂબ સક્રિય છે.

સુનીલ ગ્રોવર છેલ્લે ગુડબાય ફિલ્મમાં જોવા મળ્યો હતો. સુનીલ વેબ સિરીઝ તાંડવમાં પણ જોવા મળ્યો છે. ચાહકો તેના નવા પ્રોજેક્ટ્સની રાહ જોઈ રહ્યા છે. હવે જોઈએ સુનીલ ચાહકોને શું સરપ્રાઈઝ આપે છે?


Share this Article