આખરે તારક મહેતાના પ્રોડ્યુસર આસિત મોદી વિરુદ્ધ કેસ દાખલ, યૌન શોષણના આરોપમાં થશે મોટા ધડાકા

Desk Editor
By Desk Editor
Share this Article

FIR on Asit Modi of TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. હવે આ કેસમાં અસિત મોદી અને અન્ય બે લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ શોમાં ‘મિસિસ સોઢી’નું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જેનિફરે અસિત, શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ અને ઓપરેશન હેડ સોહેલ રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને હવે આ કેસમાં ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસે જાહેર કરેલી માહિતી મુજબ પવઈ પોલીસે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદી, ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. શોના આર્ટિસ્ટે નોંધાવેલી ફરિયાદના આધારે આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

 

આ કેસમાં હજી સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. જેનિફર મિસ્ત્રીએ અસિત પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો અને સોશિયલ સાઇટ પર એક વીડિયો દ્વારા પોતાની વાત શેર કરી હતી. હવે એફઆઇઆર નોંધાતા જ અસિત પર જોખમના વાદળો ઘેરાયા છે. છેલ્લા કેટલાક સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો સતત હેડલાઇન્સમાં છવાયેલો છે.

 

આ પણ વાંચો

 અહીં 1 લીટર પેટ્રોલ માત્ર 1.5 રૂપિયામાં મળે છે, પરંતુ આ દેશમાં છે સૌથી મોંઘુ, જાણો દરેક દેશના ભાવ

જો ભાઈ બીજીવાર મોકો આવે કે ના આવે, સરકાર આજથી એકદમ સસ્તુ સોનું વેચી રહી છે, ખાલી આટલાં હજારમાં જ એક તોલું આવી જશે

બિપરજોય વાવાઝોડું સતત ૧૨ કલાક સુધી રાજસ્થાનમાં તબાહી મચાવી દેશે, ભારેથી અતિભારે વરસાદ, જાણો ગુજરાત માટે શું છે આગાહી

 

શોના ઘણા કલાકારો તેમની ફરિયાદો લઈને અત્યાર સુધી બહાર આવ્યા છે. ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જેનિફરે કહ્યું હતું કે માર્ચ 2023માં કામ કર્યા બાદ જ્યારે તેણે ઘરે જવાનું કહ્યું તો અસિતે તેને જવા દેવાનો ઈનકાર કરી દીધો હતો. તેણે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો પ્રોડ્યુસરે તેને ધમકી આપી હતી. આ પછી અભિનેત્રીએ નિર્માતા અને અન્ય બે લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ બાદ અનેક કલાકારોએ કામની સમસ્યાઓ અંગે ખુલાસા કર્યા હતા.

 

 

 


Share this Article