આલિયા ભટ્ટનીની મચ અવેટેડ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કોરોના વાયરસ લૉકડાઉનને કારણે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ સમય પર પૂરી થઈ શકી નહોતી. ત્યારબાદ સતત તેની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી રહી હતી. પરંતુ હવે ફેન્સે વધુ રાહ જાેવી પડશે નહીં. ગંગૂબાઈ કાઠિયાવાડીના સવા ૩ મિનિટના ટ્રેલરમાં જ તમામ વાત જાેવા મળી રહી છે. ફિલ્મનું ટ્રેલર જાેઈને તમે કહેશો કે ધિરજના ફળ મીઠા હોય છે.
ફિલ્મમાં આલિયા ભટ્ટે મુંબઈના રેડ લાઈટ એરિયા કમાઠીપુરાની પાવરફુલ લેડી ગંગૂબાઈની ભૂમિકા ભજવી છે. આલિયા ભટ્ટની સાથે આ ફિલ્મમાં અજય દેવગન જાેવા મળવાના છે. ગુજરાતની ગંગૂબાઈ કાઠિયાવાડી વકીલોના પરિવારમાંથી આવી હતી. નાની ઉંમરમાં તે એક યુવક સાથે ભાગીને મુંબઈ પહોંચી હતી. મુંબઈ આવ્યા બાદ ગંગૂબાઈ સાથે છેતરપિંડી થઈ હતી. મુંબઈમાં કમાઠીપુરામાં ગંગૂબાઈની નજર હેઠળ ઘણા કોઠા ચાલતા હતા.
જાેત જાેતામાં તે ગંગૂબાઈ કાઠિયાવાડીના નામે જાણીતી બની ગઈ અને લોકો વચ્ચે પોતાની ધાક જમાવી હતી. અન્ડરવર્લ્ડ અને રાજનીતિની દુનિયામાં પણ ગંગૂબાઈ કાઠિયાવાડીનો દબદબો જાેવા મળ્યો હતો. ગંગૂબાઈ કાઠિયાવાડીની મુલાકાત કરીમલાલા સાથે થાય છે જે એક ગુંડો હોય છે. કરીમલાલાને ગંગૂબાઈ કાઠિયાવાડી સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મમાં કરીમલાલાનું પાત્ર અજય દેવગણે ભજવ્યુ છે.
ગંગૂબાઈ કાઠિયાવાડીના પાત્રમાં ફિટ બેસવા માટે આલિયા ભટ્ટે ખુબ પર ઘણું કામ કર્યું છે, જે ટ્રેલર જાેવાથી ખ્યાલ આવે છે. તો અજય દેવગનનો લુક ટ્રેલરમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. આલિયા ભટ્ટની આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. થિએટરમાં આવ્યાના ચાર સપ્તાહ બાદ તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રિલીઝ થશે. ફિલ્મમાં જિમ સર્ભ અને શાંતનુ માહેશ્વરીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.