શાહરૂખ સલમાનનું તો પાંચિયુ પણ ના આવે, આ છે ભારતનો સૌથી મોંઘો અભિનેતા, જાણો કેટલી ફી વસૂલે

Lok Patrika Desk
By Lok Patrika Desk
actor
Share this Article

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ પોતાની લક્ઝરી લાઈફ, સ્ટાઈલ અને ફિલ્મોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આ ફિલ્મ સ્ટાર્સ તેમની ફિલ્મોથી કમાયેલા પૈસાના આધારે આટલું વૈભવી જીવન જીવે છે. આ કલાકારો એક ફિલ્મ માટે કરોડોમાં ફી લે છે. આ સાથે શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધીના કેટલાક એવા સ્ટાર્સ છે, જેમની ફી એક સંપૂર્ણ ફિલ્મના બજેટ જેટલી છે. જો કે આ પછી પણ આ સ્ટાર્સ સૌથી વધુ કમાણી કરનારા કલાકારો નથી. આ લિસ્ટમાં અન્ય એક કલાકાર છે, જે તેમના કરતા વધુ ફી લે છે.

આ તે સ્ટાર છે

ફીના મામલે શાહરૂખ ખાનથી લઈને સલમાન સુધીના તમામ મોટા સ્ટાર્સને પછાડનાર આ અભિનેતાનું નામ છે વિજય. વિજય છેલ્લા 27 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. જોકે વિજય સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક્ટર છે. વિજય અત્યાર સુધીમાં 66 ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ બતાવી ચૂક્યો છે.

actor

આ ફિલ્મ માટે આટલી ફી લેવામાં આવી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિજયે તેની આગામી ફિલ્મ ‘થલાપતિ 68’ માટે પૂરા 200 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. આ તેની કારકિર્દીની 68મી ફિલ્મ છે. વિજયની આ ફિલ્મનું નિર્દેશન વેંકટ પ્રભુ કરશે. તમને જાણીને નવાઈ લાગશે કે વિજયે પોતાની પહેલી ફિલ્મ માટે માત્ર 500 રૂપિયા લીધા હતા. જોકે હવે તેણે તમામ ભારતીય સ્ટાર્સને પાછળ છોડી દીધા છે.

આ પણ વાંચો

ગુજરાતની ધરતી પર બાબાનો અલગ અંદાજ, કારનો કાફલો રસ્તા વચ્ચે ઊભો રાખી જાહેરમાં પાણીપુરીનો આનંદ લૂંટયો

વહેલી સવારમાં અમદાવાદમાં ફૂલ પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ શરૂ, એક કલાકથી એકધારો વરસે છે

પત્નીએ કહ્યું – છેલ્લી વાર મળવું હોય તો આવી જા… દોડતો દોડતો પતિ પહોંચે એ પહેલા જ પત્નીએ જીવન ટુંકાવી લેતા હાહાકાર મચ્યો

આ કલાકારોને પાછળ છોડી દીધા

આટલી મોટી ફી લઈને વિજયે શાહરૂખ ખાન, આમિર ખાન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, પ્રભાસ અને અલ્લુ અર્જુન સહિત તમામ મોટા કલાકારોને પાછળ છોડી દીધા છે. વિજયના તમામ ચાહકો તેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


Share this Article