Bollywood news: અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની પુત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ અભિનેત્રી એક લેખક તરીકે પોતાની ઓળખ બનાવી રહી છે. ટ્વિંકલ તેની સ્પષ્ટવક્તા શૈલી માટે પણ ચર્ચામાં છે. 1990 અને 2000ના દાયકામાં ટ્વિંકલને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
જ્યારે ટ્વિંકલ ખન્નાને 1 અઠવાડિયા સુધી ભૂખ્યા રહેવું પડ્યું હતું
તાજેતરમાં જ ટ્વિંકલ ખન્નાએ 1999માં આવેલી ફિલ્મ ‘બાદશાહ’માં શાહરૂખ ખાન સાથે કામ કરવા અંગે ઘણા ખુલાસા કર્યા હતા. ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું કે શાહરૂખ ખાન સાથે ફિલ્મ બાદશાહના શૂટિંગ દરમિયાન તેણે આઉટફિટમાં ફિટ થવા માટે ભૂખ્યા રહી અને એક અઠવાડિયા સુધી માત્ર ચણા ખાધા હતા.
‘શાહરુખ ખાને મને ઉપાડવી પડી…’
આ સિવાય ‘મોહબ્બત હો ગઈ’ ગીતના શૂટિંગ દરમિયાન તેના પેટમાં ગેસનો ગોળો બની ગયો હતો. ટ્વિંકલ ખન્નાએ કબૂલ્યું હતું કે તે શાહરૂખ ખાન દ્વારા મને ઉપાડવામાં આવી એનાથી મને ડર લાગતો હતો. આ ગીતમાં શાહરૂખ ખાને મને ઉંચી કરવી પડી હતી અને હું એકદમ ડરી ગઈ હતી.
તે ઘટનાને યાદ કરતાં ટ્વિંકલ ખન્નાએ કહ્યું હતું કે, ‘જો મારે કોઈ ફિલ્મમાં મનીષ મલ્હોત્રાના કપડાં પહેરવા હોય તો તેનો સ્પષ્ટ અર્થ એ હતો કે કાં તો હું ખોરાક નહીં ખાઉં અથવા તો મારે મારા પેટને અંદરની તરફ ધકેલવું પડશે. ફિલ્મના એક ગીતમાં હું આખું અઠવાડિયું ચણા પર જ રહી હતી.
હદ છે પણ હોં! મુખ્યમંત્રીની જીભ લપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી દીધી, ચારેકોર બદનામી થઈ
વાહન ધીમે ચલાવજો બાપલિયા: કોરોના કરતાં એક્સિડન્ટ વધારે ઘાતક! મોતની સંખ્યાનો આંકડો જાણી ફફડી જશો
VIDEO: કોંગ્રેસના મુસ્લિમ નેતાને જબ્બર પાવર! ચાલુ યાત્રાએ એક શખ્સને નેતાજીએ જોરદાર લાફો ઝીંકી દીધો
અભિનેત્રી ટ્વિંકલ ખન્નાનું સ્ટારડમ આજે પણ જોવા મળે છે. અક્ષય કુમાર સાથે લગ્ન બાદ અભિનેત્રીએ ભલે ફિલ્મોથી દૂરી બનાવી લીધી હોય, પરંતુ ટ્વિંકલ હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ફેન્સ પણ તેની દરેક પોસ્ટને ખૂબ પસંદ કરે છે. હવે ફરી ટ્વિંકલ ખન્નાએ ફિલ્મોમાં તેના કામને લઈને ઘણા ખુલાસા કર્યા છે.