તમે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની લવ સ્ટોરી વિશે તો સાંભળ્યું જ હશે. કોમેડિયન કપિલ શર્માના શોમાં અક્ષય કુમારે તેના અને ટ્વિંકલના હનીમૂનને લઈને મોટો ખુલાસો કર્યો હતો. અક્ષય કુમારે કહ્યું કે સુહાગરાતના દિવસે એક મોટો ખુલાસો થયો, જેની મને ખબર પણ નહોતી.
અક્ષયે તેની પત્ની ટ્વિંકલ વિશે ખુલાસો કર્યો હતો કે લગ્નની પહેલી જ રાત્રે તે સમજી ગયો હતો કે તે ક્યારેય તેની સાથે લડાઈ જીતી શકશે નહીં. અમે ઘણીવાર બેડરૂમમાં લડીએ છીએ પરંતુ ટ્વિંકલ જીતે છે.
જ્યારે ટ્વિંકલની ફિલ્મ મેલા રિલીઝ થવાની હતી ત્યારે અક્ષયે ટ્વિંકલને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તે સમયે ટ્વિંકલનો જવાબ હતો કે જો ફિલ્મ ફ્લોપ થશે તો તે લગ્ન કરી લેશે. ફિલ્મ ફ્લોપ થઈ અને બંનેએ લગ્ન કરી લીધા.
અક્ષય અને ટ્વિંકલની પહેલી મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી.
એક ઈન્ટરવ્યુમાં અક્ષયે કહ્યું હતું કે તે પહેલી નજરમાં જ ટ્વિંકલને પોતાનું દિલ આપી બેઠો હતો. ફિલ્મ ‘ઇન્ટરનેશનલ ખિલાડી’ના શૂટિંગ દરમિયાન તેમનો પ્રેમ ખીલ્યો હતો.