Bollywood News: અત્યાર સુધી તમે ઉર્ફી જાવેદને હંમેશા બોલ્ડ અને અસામાન્ય કપડાં પહેરેલી જોઈ હશે. પરંતુ હવે ઉર્ફી કંઈક એવું કરતી જોવા મળી હતી જેણે બધાને ચોંકાવી દીધા હતા. વીડિયોમાં તમે જોશો કે ઉર્ફી વેઈટર બની ગઈ છે. ઉર્ફીએ વેઈટરના કપડાં પહેર્યા છે અને તે દરેકના ઓર્ડર લઈ રહી છે. ઉર્ફીએ કહ્યું કે આ કોઈ ફેક વીડિયો નથી પરંતુ તે રિયલમાં વેઈટર બની ગઈ છે. જો કે તેની પાછળનું કારણ એકદમ ઉમદા છે.
વિડિયો શેર કરતાં ઉર્ફીએ લખ્યું, ‘સપનાની ઓળખ થઈ ગઈ છે. કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. તે માત્ર વિચારવાનો અભિગમ છે. હું થોડા કલાકો માટે વેઇટર બની. આના દ્વારા મળેલી રકમનો ઉપયોગ કેન્સરના દર્દીઓની મદદ માટે કરવામાં આવશે. હું ભવિષ્યમાં પણ આવા ઉમદા કાર્ય કરતી રહીશ. વીડિયોમાં તમે જોશો કે દરેકની નજર ઉર્ફી પર છે, પરંતુ તે બીજા બધાને પાછળ છોડીને માત્ર તેના કામ પર ધ્યાન આપી રહી છે. ઉર્ફીનું કામ પ્રત્યેનું સમર્પણ દરેકને પસંદ આવી રહ્યું છે.
View this post on Instagram
વીડિયો પર દરેક વ્યક્તિ ઉર્ફીના વખાણ કરી રહ્યા છે. કોઈએ ટિપ્પણી કરી કે આ ખૂબ જ પ્રેરણાદાયક છે અને આપણે બધાએ તમારી પાસેથી કંઈક શીખવું જોઈએ. કોઈએ લખ્યું કે તમારી વિચારસરણી ખૂબ સારી છે તો કોઈએ લખ્યું છે કે તમને સલામ. તમને જણાવી દઈએ કે અગાઉ ઉર્ફીએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે ઉર્ફી નામનો અર્થ સમજાવી રહી હતી.
તેમાં લખ્યું હતું કે ઉર્ફી એક મુસ્લિમ છોકરાનું નામ છે અને તેનો અર્થ પ્રખ્યાત છે. આ શેર કરતી વખતે ઉર્ફીએ લખ્યું હતું કે શું હું એકમાત્ર ઉર્ફી છું જે તેના નામનો અર્થ સફળ બનાવી રહી છે? બાકીની ઉર્ફીઓ ક્યાં છે?