Gujarat News: કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના વધતા કેસને લઈને તંત્ર સજ્જ છે. અમદાવાદમાં તો કોવિડ ટેસ્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે. અસારવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં 50 કોવિડ બેડ પણ તૈયાર રાખવામાં આવ્યા છે. જૂની સિવિલ હોસ્પિટલમાં 20 બેડ તૈયાર છે. 30 બેડ 1200 બેડ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે. તો વળી ઓક્સિજન, વેન્ટિલેટર, આઈસીયુ, એનઆઈસીયુ સહિતની તમામ તૈયારી સજ્જ છે.
એ જ રીતે રાજકોટમાં પણ તૈયારી આદરી દેવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે રાજકોટ મનપા સંચાલિત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રેપિડ ટેસ્ટ તેમજ આરટીપીસી ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ શહેર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં પણ 140 જેટલા બેડની સુવિધા કોરોનાના નવા વેરિયન્ટને લઈને તૈયાર કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે લાંબા વિરામ બાદ દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો છે. આ વખતે દેખાવ નવો છે, કેરળમાં વધુ એક મોતને કારણે દેશમાં તણાવ છે. ગુજરાતના અમદાવાદમાં આજે ફરી 5 નવા કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. જેના કારણે અહીં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે. આ રીતે, કોરોના વાયરસના ચેપે ફરી એકવાર લોકોની ચિંતાઓ વધારવાનું શરૂ કર્યું છે.
હદ છે પણ હોં! મુખ્યમંત્રીની જીભ લપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી દીધી, ચારેકોર બદનામી થઈ
વાહન ધીમે ચલાવજો બાપલિયા: કોરોના કરતાં એક્સિડન્ટ વધારે ઘાતક! મોતની સંખ્યાનો આંકડો જાણી ફફડી જશો
VIDEO: કોંગ્રેસના મુસ્લિમ નેતાને જબ્બર પાવર! ચાલુ યાત્રાએ એક શખ્સને નેતાજીએ જોરદાર લાફો ઝીંકી દીધો
ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ JN.1ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે મળેલા સમાચાર મુજબ અમદાવાદ શહેરના બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં કોરોનાના નવા સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. આ દર્દીઓમાંથી બે દર્દીઓ બેંગલુરુના ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. તે જ સમયે, પાંચ કેસમાંથી બે પુરૂષો અને ત્રણ મહિલાઓને ચેપ લાગ્યો છે.