જ્યારે ફેશનની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ મનમાં આવે છે તે છે ઉર્ફી જાવેદ. તે પોતાની સ્ટાઈલથી સામેવાળાને સરપ્રાઈઝ કરવામાં એક્સપર્ટ છે. ફરી એકવાર ઉર્ફીની તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. નવી તસવીરોમાં ઉર્ફી ફોઈલ પેપરના ડ્રેસમાં જોવા મળી રહી છે.
ઉર્ફી જાવેદની નવી તસવીરોએ ફરી એકવાર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એવું કહી શકાય કે ઉર્ફીએ તેના લેટેસ્ટ લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
તેણે આ વખતે ન તો પથ્થરનો ઉપયોગ કર્યો છે ન કાપડનો. ઉર્ફી તેની નવી તસવીરોમાં તેના શરીર પર ફોઇલ પેપર લગાવતી જોવા મળે છે.
ઉર્ફી જાવેદે હાલમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પછી એક પોતાની ત્રણ તસવીરો શેર કરી છે. દરેક ફોટોમાં ઉર્ફીની સ્ટાઈલ જોઈને કોઈ પણ દિવાના બની શકે છે.
ઉર્ફી દરેક તસવીરમાં કેમેરાને સુંદર રીતે ફ્લોન્ટ કરી રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ઉર્ફીનો બોલ્ડ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
ઉર્ફીનો દરેક લુક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે. તેની અનોખી ફેશનના કારણે તેને ઘણી વખત ટ્રોલ પણ થવું પડ્યું છે. જોકે, ઉર્ફી પર તેની ક્યારેય કોઈ અસર થઈ નથી.
ઉર્ફી ક્યારેક શણની બોરીઓમાંથી ડ્રેસ બનાવે છે, તો ક્યારેક પત્થરોથી અને આ વખતે તેણે ફોઇલ પેપરથી આઉટફિટ્સનું કામ લીધું છે.