Entertainment News: પ્રીતિ ઝિન્ટા હવે ફિલ્મો કરતાં તેના બિઝનેસ પર વધુ ધ્યાન આપે છે. અભિનેત્રી પંજાબ કિંગ્સ નામની IPL ટીમની માલિક છે. પ્રીતિ ઘણીવાર મેચ દરમિયાન પોતાની ટીમના ખેલાડીઓને ચીયર કરતી જોવા મળે છે. પરંતુ હાલમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના નામ અંગે સ્પષ્ટતા કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગયો હતો. જાણો શા માટે અભિનેત્રીએ આ પગલું ભરવું પડ્યું?
https://www.instagram.com/reel/C01BgStSX5D/?utm_source=ig_web_copy_link
પ્રીતિ ઝિંટાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો રેકોર્ડ કરીને શેર કર્યો છે. આમાં અભિનેત્રી કહી રહી છે કે ‘મારું નામ પ્રીતિ ઝિંટા છે, પ્રીતમ સિંહ ઝિંટા નહીં.’ અભિનેત્રીએ વીડિયોમાં એમ પણ કહ્યું કે તેનું નામ ઘણી જગ્યાએ ખોટું લખવામાં આવ્યું છે… પ્રીતમ સિંહ ઝિંટા, આ બિલકુલ ખોટું અને નકલી છે.
પ્રીતિ ઝિન્ટા વીડિયોમાં કહી રહી છે- ‘હું અહીં આવી છું કારણ કે મારું નામ ક્યારેય પ્રિતમ સિંહ ઝિંટા નહોતું. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારું નામ પ્રીતિ ઝિન્ટા હતું અને હજુ પણ તે પ્રીતિ ઝિન્ટા છે. લગ્ન પછી પ્રીતિ જી ઝિન્ટા બની ગઈ છે. મારા પતિનું નામ જીન ગનીફ છે.
અંબાલાલ પટેલની કરોડો ગુજરાતીઓ માટે ઘાતક આગાહી, આજથી 4 દિવસ કમોસમી વરસાદ આટલા જિલ્લાને ઘમરોળશે!!
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
મેં ગુડનફના પૂરા નામનો ઉપયોગ કર્યો નથી, ફક્ત G કારણ કે તે ખૂબ લાંબુ થયું હોત. તેથી મારું નામ ક્યારેય પ્રીતિમ સિંહ ઝિન્ટા નહોતું. લોકો મને વારંવાર પૂછે છે કે શું મેં મારું નામ બદલ્યું છે? હા, ના મેં ક્યારેય મારું નામ બદલ્યું નથી. મારું નામ પહેલેથી જ પ્રીતિ ઝિન્ટા છે.