સજની શિંદે કા વાઇરલ વિડીયોના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરની સાથે સજનીના સત્યને જાણો, &xplorHD પર 25મી માર્ચ રાત્રે 9 વાગે

Lok Patrika
By Lok Patrika
Share this Article

Bollywood News: &xplorHD તૈયાર છે, “સજની શિંદે કા વાઇરલ વિડીયો”ને રજૂ કરવા માટે 25મી મે, રાત્રે 9 વાગે. ફિલ્મમેકર મિખિલ મુસલે દ્વારા ડિરેક્ટ આ ફિલ્મમાં સજની શિંદેની એક ભેદી વાર્તા છે, જેનું જીવન એક વાયરલ વિડીયોને લીધે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું. આ મૂવીની વાર્તા એક શાળાના શિક્ષકની આસપાસ ફરે છે, જે એક કમનસીબ પરિસ્થિતિને લીધે પોતાની જાતને નિ:સહાય માને છે અને સજનીની હકિકતનું રહસ્ય છતું થાય છે. &xplorHD તેના દર્શકોને વાયદો કરે છે કે, તેઓ 25મી મે, રાત્રે 9 વાગે આવી જ એક અનિયમિત, અનઅપેક્ષિત અને અજોડ ફિલ્મના પ્રિમિયર લઈને તેમની સીટ પર જકડી રાખશે.

આ ફિલ્મના કલાકારોમાં નિમ્રત કૌર, રાધિકા મદાન, ભાગ્યશ્રી, સુબોધ ભાવે, સોહમ મજુમદાર અને સુમીત વ્યાસ જેવા કલાકારનો સમાવેશ થાય છે, જેમને જોરદાર અને અનુરૂપ પફોર્મન્સ રજૂ કર્યું છે.

&xplorHD એ એક એક “અનવાઇરલઓનલાઈનશેમિંગ” કેમ્પેઇન રજૂ કર્યું છે, જે ફિલ્મના પ્રિમિયરની સાથે એકરૂપ થયું છે. આ કેમ્પેઇનનો હેતુ, ઓનલાઈન શેમિંગ અને વાઇરલ સામગ્રી વ્યક્તિઓ પર હાનિકારક અસરો કરી શકે છે તેના વિશે જાગૃતતા ફેલાવવાનો છે. ફિલ્મ એ સજનીની કરુણ વાર્તાથી પ્રેરિત છે, તેમાં ઓનલાઈન વર્તણૂકના મહત્વ અને અન્ય લોકોને નુક્શાન પહોંચાડી શકે તેવી સામગ્રી શેર કરતા પહેલા વિચારવાની નિર્ણાયક જરૂરિયાત પર લોકોને અપીલ કરવા માંગે છે.

ડિરેક્ટર મિશિલ મુસલે કહે છે, “કાસ્ટિંગના દરેક નિર્ણય, દરેક સ્થળની પસંદગી સાવચેતીપૂર્વક કરવામાં આવી છે. રાધિકા અને નિમ્રતએ તેના પાત્રની અધિકૃતતાને ધ્યાને રાખીને જોરદાર કામ કરીને પાત્રમાં ઊંડાણ અને અધિકૃતતા દર્શાવી છે.” ફિલ્મની વાર્તાને પ્રતિબિંબિત કરતા, મુસલે કહે છે, “સજની શિંદેની વાર્તા દરેકે જાણવા જેવી છે. આ મૂવી એ સજનીની હકિકત બધાની સામે લાવવાની તથા તેને જે સામનો કર્યો છે અને જે લોકોએ તેની સાથે ખોટું કર્યું છે, તેની વાત છે. આ ફિલ્મમાં ઘણઆ પાત્રોનું મિશ્રણ અને લાગણી છે, જે મેં મારા અંગત જીવનમાં જોઈ છે અને તે કંઈક એવું છએ, જેમાં હું માનું પણ છું. આ ફિલ્મમાં વાસ્તવિક્તા અને મંચ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ‘સજની શિંદે કા વાઇરલ’ના પ્રિમિયરની સાથે હું દરેકના પ્રતિસાદની આતુરતાપૂર્વક અપેક્ષા રાખી રહ્યો છું.”

પ્રતિભાશાળી રાધિકા મદાન કહે છે, “આ મૂવીમાં મારું પાત્ર એક સરળ છોકરીનું છે, જે એક શિક્ષક છે, એક કર્તવ્યનિષ્ઠ પુત્રી છે, એક પ્રેમાળ ફિઆન્સ છે, પણ માત્ર એક વિડીયો વાયરલ થવાથી તેનું સમગ્ર જીવન બદલી જાય છે. હું મારી જાતને નસીબદાર ગણું છું કે, મને એક એવું પાત્ર કરવા મળ્યું છે, જેના દ્વારા હું વિશ્વને આ પ્રકારની બાબતો વિશે સમજાવી શકું છું. એ સદનસીબ છે કે, સજની આજના દિવસ અને યુગમાં બન્યું છે, જ્યાં નાનામાં નાની બાબતો જેનું કોઈ જ મહત્વ નથી તે વાયરલ બને છે અને ક્યારેક તેના પર ધ્યાન ન જાય એ પણ જરૂરી છે. હવે, ‘સજની શિંદે કા વાયરલ વિડીયો’ &xplorHD પર સ્ક્રીનિંગ માટે તૈયાર છે, ત્યારે હું દર્શકોને સજનીની વાર્તા તેમના ઘર સુધી સરળતાથી પહોંચાડવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.”

નિમ્રત કૌર તેના વિચાર જણાવતા કહે છે કે, ‘સજની શિંદે કા વાયરલ વિડીયો’માં મારું પાત્ર એક પોલિસનું છે, જે સજની ગાયબ થવા પાછળની હકિકતની શોધ કરે છે. આ અત્યંત થ્રિલિંગ પાત્ર છે, પુરુષપાત્ર સમાજમાં એક મહિલા, એક નો-નોનસેન્સ પોલિસવાળી જે નથી ઇચ્છતી કે, સમગ્ર વિશ્વ તેના બાહ્ય દેખાવને આધારે તેની લિંગનો લાભ લે. મહિલા ઇન્સ્પેક્ટર બેલા બારોટનું પાત્રમેં ખૂબ જ માણ્યું છે. હું આશા રાખું છું કે, જેટલો મને આ પાત્ર કરવાની મજા આવી એટલું જ દર્શકો આ મૂવીને &xplorHD પર માણશે.”

તમારા કેલેન્ડરમાં તારીખ નોંધી લો અને &xplorHD પર “સજની શિંદે કા વાયરલ’ના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરને માણો 25મી મે રાત્રે 9 વાગે. આ જોરદાર પરદા પ્ર પાછળ છૂપાયેલા પડછાયાનો સામનો કરવાની હિંમત કરતી આ શક્તિશાળી સિનેમેટિક પ્રવાસને ચુકશો નહીં


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly