Ajab Gajab news: ગીતો સાંભળવાનું કોને ન ગમે? એવું માનવામાં આવે છે કે સંગીત સાંભળવાથી વ્યક્તિનો મૂડ સુધરે છે અને તણાવ દૂર થાય છે. આ સિવાય મ્યુઝિક સાંભળવાના ઘણા ફાયદા છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ગીત કોઈની હત્યા કરી શકે છે? જી હા, ફિલિપાઈન્સનું એક ગીત છે, જેને દુનિયાનું સૌથી ખતરનાક ગીત માનવામાં આવે છે. દાવો કરવામાં આવે છે કે જે પણ આ ગીત ગાય છે તેની હત્યા થઈ જાય છે. આ ગીત ગાતા અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, વિશ્વનું આ સૌથી ખતરનાક ગીત અમેરિકન ગાયક ફ્રેન્ક સિનાત્રાએ ગાયું છે, પરંતુ ભાગ્યે જ તેણે ક્યારેય વિચાર્યું હશે કે તેનું ગીત એટલું ખતરનાક હોઈ શકે છે કે તે કોઈનો જીવ લઈ શકે છે. આ ગીત ‘માય વે’ છે, જેને ફિલિપાઈન્સના ‘કિલિંગ સોંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે જો કોઈ ગાયક સ્ટેજ પર આ ગીત લાઈવ ગાવાનો પ્રયાસ કરે છે તો તેને મારી નાખવામાં આવે છે. તેને ગાવાને કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે.
જો કે આ ગીત પર આટલી બધી હત્યાઓ થવા છતાં ફિલિપાઈન્સમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ તેનો ડર એટલો છે કે લોકો તેને ગાવાથી ડરે છે. ફિલિપાઈન્સમાં ઘણા કરાઓકે બાર છે જ્યાં આ જીવલેણ ગીત પર પ્રતિબંધ છે. કહેવાય છે કે 90ના દાયકામાં આ ગીત ગાતી વખતે કે પછી ગાયકોની હત્યા થઈ જતી હતી.
જનતાને ડબલ મોજ: LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કિંમતમાં સીધો 3 થી 5 રૂપિયાનો ઘટાડો આવશે
અહેવાલો અનુસાર, એક પોડકાસ્ટરે જણાવ્યું કે આ ગીત ગાવાને કારણે હત્યાઓનું સાચું કારણ એ છે કે તે લોકોને હિંસા કરવા માટે ઉશ્કેરે છે. એવું કહેવાય છે કે જે બારમાં ગાયક આ ગીત ગાતો હતો, ત્યાં મોટાભાગના શસ્ત્રોથી સજ્જ લોકો આવતા હતા અને તેઓ દારૂના નશામાં ધૂત રહેતા હતા. આવી સ્થિતિમાં દારૂનો નશો અને ગીતોના બોલ તેમને હત્યા કરવા માટે ઉશ્કેરતા હતા.