viral-video: તમે વૈભવી હોટલમાં રહેવા માટે કેટલો ખર્ચ કરશો? રૂ. 10 હજાર અથવા વધુમાં વધુ રૂ. 20 હજાર. પરંતુ આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી હોટેલ રૂમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાંનું ભાડું સાંભળીને તમારું મગજ કામ નહીં કરે. બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની પિતરાઈ બહેન અને સોશિયલ મીડિયા પ્રભાવક અલાના પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ સ્યૂટનો વીડિયો શેર કર્યો છે, જે હવે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.
આ લક્ઝુરિયસ સ્યુટ દુબઈની ‘Atlantis The Royal’ હોટેલમાં આવેલ છે. જ્યાં એક દિવસના રોકાણનું ભાડું એક લાખ ડોલર (એટલે કે અંદાજે રૂ. 83 લાખ) છે. ‘ધ રોયલ મેન્શન’ તરીકે ઓળખાતા આ સ્યુટની ભવ્યતા દર્શાવતા અલાનાએ તેની ઇન્સ્ટા રીલમાં તેનો આશ્ચર્યજનક અનુભવ શેર કર્યો છે. આમાં આપણે બે માળના ચાર બેડરૂમ પેન્ટહાઉસની અદ્ભુત ઝલક જોઈ શકીએ છીએ. સ્યુટની દિવાલો પર સફેદ અને સોનેરી રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે અહીં રહેતા લોકો ખૂબ જ રોયલ લાગશે.
https://www.instagram.com/reel/CzOih2sMzdI/?utm_source=ig_web_copy_link
સ્યુટ વિશે બીજું શું ખાસ છે?
આ લક્ઝરી સ્યુટ એક ખાનગી મૂવી થિયેટર સાથે આવે છે જ્યાં તમે બેસીને તમારું મનોરંજન કરી શકો છો. આ સિવાય અહીં એક મોટો ડાઈનિંગ રૂમ છે, જ્યાં 12 લોકો એકસાથે બેસીને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લઈ શકે છે. તેનો ઉપયોગ કોન્ફરન્સ રૂમ તરીકે પણ થઈ શકે છે. આ ઉપરાંત ઇન્ડોર-આઉટડોર કિચન, ઑફિસ, લાઇબ્રેરી, પ્રાઇવેટ બાર, ગેમ રૂમની સુવિધા સાથે 360 ડિગ્રી વ્યૂ ધરાવતો પ્રાઇવેટ ડેક સ્વિમિંગ પૂલ પણ છે.
ગુજરાતમાં આ દિવાળીએ મોદી બોમ્બનો જબરો ક્રેઝ, એટલી ડિમાન્ડ કે લોકો એક સાથે 10-10 પેકેટ ખરીદે છે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી ઘાતક આગાહી, આજથી આટલા જિલ્લામાં માવઠું પડવાની શરૂઆત થઈ જશે
આ વર્ષે લોન્ચ કરવામાં આવી હતી
આ વર્લ્ડ ક્લાસ સ્યુટ હોટેલ ‘એટલાન્ટિસ ધ રોયલ’ આ વર્ષે ફેબ્રુઆરીમાં મહેમાનો માટે ખોલવામાં આવી હતી. પ્રસિદ્ધ ગાયિકા બેયોન્સ તેના લોન્ચિંગ સમયે મુખ્ય આકર્ષણ હતી. તેના ઉદ્ઘાટનમાં હોલીવુડના દિગ્ગજ કલાકારો સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો.