Apple iPhone 14ને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી માત્ર રૂ. 56,999માં ખરીદી શકાય છે. ફોન ફ્લિપકાર્ટ વેબસાઇટ પર 12,901 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટેડ છે. ફોનની MRP 56,999 રૂપિયા છે.
આ સિવાય SBI, RBL બેંક અને કોટક બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ફોન ખરીદવા પર 750 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, ફોનની કિંમત ઘટીને 56,249 રૂપિયા થઈ જાય છે. ફ્લિપકાર્ટ દ્વારા ટ્રેડ-ઈન ઓફર આપવામાં આવી રહી છે,
જ્યાંથી યુઝર્સ રૂ. 39,150ની એક્સચેન્જ ઓફર પર iPhone 14 ખરીદી શકશે. જો તમે સંપૂર્ણ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લો છો, તો ફોનની કિંમત 17,099 રૂપિયા જ રહે છે.
Apple iPhone 14 સ્માર્ટફોન બજેટમાં આવી ગયો છે. દશેરા સેલમાં iPhone 14 ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફ્લિપકાર્ટ દશેરા સેલ 22 ઓક્ટોબર 2023થી શરૂ થયો હતો, જે 29 ઓક્ટોબર 2023 સુધી ચાલુ રહેશે.
આ સેલમાં ઘણા ગેજેટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં ગેજેટ્સ, ઈલેક્ટ્રોનિક્સ સહિતની ઘણી પ્રોડક્ટ્સ સામેલ છે. જો તમે iPhone 14 ખરીદવા માંગો છો, તો તમે 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં iPhone 14 ખરીદી શકશો.
જાણો શું છે ફોનની ખાસિયત
Apple iPhone 14 સ્માર્ટફોન Apple A15 Bionic ચિપસેટ સાથે આવે છે. ફોન 128GB, 256GB અને 512GB સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો મુખ્ય કેમેરા 12MPનો છે.
જય હો! ધાનેરામાં રખડતા પશુઓના અકસ્માત નિવારણ માટે પોલીસ સ્ટેશનના વડાનું અનોખું અભિયાન
આ સિવાય અન્ય 12MP કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. ફોનનું પિક્ચર રિઝોલ્યુશન 2532×1170 પિક્સલ છે. ફોન સિરામિક શિલ્ડ પ્રોટેક્શન સાથે આવે છે.