ગુજરાતમાં શિક્ષકોની બદલી માટે ગુડ ન્યૂઝ, આ મહિનામાં યોજાશે જિલ્લા ફેર બદલી કેમ્પ, જાણો સમગ્ર વિગત

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવનારી શિક્ષકોની બદલી કરવામાં આવશે. રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મનગમતા જીલ્લામાં બદલી માટે શિક્ષકોને પસંદગી આપવાની વાત ચાલી રહી છે.

શિક્ષકોની આંતરિક જીલ્લા ફેરબદલી માટે કેમ્પ યોજાશે. રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ DPEOને પત્ર લખી જાણ કરાઈ છે. 31 મે 2024 માં નિવૃત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખી માહિતી એકત્ર કરવા પણ આદેશ કરાયો છે. રાજ્યમાં મે મહિનામાં વય મર્યાદાને ધ્યાનમાં રાખીને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક બદલી કરવામાં આવનારી છે, જે અંગે નૉટિફિકેશન સામે આવ્યુ છે.

આ બદલી કેમ્પને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખી જાણ પણ કરવામાં આવી ચૂકી છે. 31 મે, 2024ના રોજ નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યાનમાં રાખીને માહિતી એકત્ર કરવા આદેશો પણ અપાયા છે અને ખાલી જગ્યાઓ ભરવા માટેની વ્યવસ્થા માટે પણ ટકોર કરવામાં આવી છે.

દિકરી ઈરા ખાનની વેડિંગમાં સજ્યું આમિર ખાનનું ઘર, નૂપુર શિખરેની દુલ્હન બનવા આતુર ઈરા ખાન, આ તારીખે લગ્ન

હજી પણ મોકો છે દેશને પાછી આપી દો 2,000 રૂપિયાની નોટ, RBIએ આપી ચેતવણી, નહીંતર… અહીં નોટ બદલી શકાશે

હજુ તો ટ્રક ટ્રાઈવરની હડતાળનો એક જ દિવસ થયો અને આખા દેશમાં મુશ્કેલી પડી, પેટ્રોલ પંપ પર લાઈનો, શાકભાજી મોંઘા થયાં

મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી બદલીને લઇને વાતો ચાલી રહી છે, હવે આ મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક જિલ્લાફેર બદલી કરવામાં આવનારી છે. આગામી 31 મે 2024ના રોજ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં વય મર્યાદાને ધ્યાનમાં રાખીને નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યાનમાં રાખી બદલી કેમ્પ યોજાશે.


Share this Article