Breaking News: રાજ્ય સરકારે ટેકાના ભાવ કર્યા નક્કી, કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત, જાણો ક્યારે કરવી અરજી?

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખરીફ પાકોના ટેકાના ભાવોની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમની ખેતપેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય તેવા નેક હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવે છે.

ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ ખરીફ પાકો પૈકી ગુજરાતના ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ(લંબતારી)પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈ વાવેતર કરી શકે. આજે મળેલી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

પુખ્ત વિચારણા અને નિષ્ણાતો દ્વારા નક્કી કરાયેલા ભાવોને ધ્યાને લઇ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસપાકના રાજ્ય કૃષિ ભાવપંચ દ્વારા ભાલામણ કરવાના થતા ભાવ નક્કી કરવામાં આવ્યા છે, જે ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચને સમયસર મોકલી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવ નક્કી કરવા માટે ડાંગર માટે રૂ. ૨૮૦૦ પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ. ૩૩૫૦ પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે રૂ. ૫૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. ૪૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે રૂ. ૯૦૦૦ પ્રતિ ક્વિન્ટલ, મગ માટે રૂ. ૯૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે રૂ. ૯૨૫૦ પ્રતિ ક્વિન્ટલ, મગફળી માટે રૂ. ૮૦૦૦ પ્રતિ ક્વિન્ટલ, તલ માટે રૂ. ૧૧,૫૦૦ પ્રતિ ક્વિન્ટલ તેમજ કપાસ(લંબતારી) માટે રૂ. ૧૦,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરી સમયસર કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે, તેમ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.

‘અન્નદાતા’ને ખુશ કરવાની તૈયારી, બજેટ 2024માં PM કિસાન સન્માન નિધિના પૈસા વધારવાની શક્યતા, ખાતામાં આવશે ડબલ રકમ?

ગુજરાત પોલીસની સૌથી મોટી ભરતીની થઈ જાહેરાત, સરકારે આટલી જગ્યા માટે કોર્ટમાં કર્યું એફિડેવિટ, જાણો વિગત

Photo: ફિલ્મફેર એવોર્ડ્સમાં જ્હાન્વી કપૂરે કર્યો કિલર ડાન્સ, શેર કર્યા અનસિન ફોટા, ચાહકોએ યાદ કરી શ્રીદેવીને

આ બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, ખેતી નિયામકશ્રી અને બાગાયત નિયામકશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ખેડૂત આગેવાનો/પ્રતિનિધિશ્રીઓએ ઉપસ્થિત રહી પોતાના પ્રતિભાવો આપ્યા હતા.


Share this Article