Gujarat News: ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગ દ્વાર એફિડેવિટ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોલીસની ભરતી બહાર પાડશે. 12 હજાર પોલીસ ભરતીની પોસ્ટ પર ભરતી કરાશે.
સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4,500 જગ્યા ખાલી હોવાનું સરકારનું એફિડેવિટ કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ માં વિવિધ 23,416 જગ્યા ખાલી હોવાનો સરકાર દ્વારા ખુલાસો કર્યો હતો. પોલીસના મુદ્દાઓને લઈ હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ વિભાગને ઝડપી ભરતી કરવા આદેશ કર્યો હતો.
આ સમગ્ર મામલે હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનવણી હાથ ધરવામાં આવી હતી.પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ વિશે રજૂઆત કરવામાં આવી હતી. સરકારે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં 12 હજાર પોલીસ ભરતીની પોસ્ટ પર ભરતી કરાશે.