Cricket News: ભારતીય ક્રિકેટ પરિષદ (BCCI)ના સચિવ જય શાહ ત્રીજી વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ બન્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક સામાન્ય સભા બાલીમાં 31 જાન્યુઆરીએ યોજાઈ હતી. બેઠકમાં તમામ સભ્યોએ તેમના નામ પર સર્વાનુમતે સંમતિ આપી હતી. જે બાદ ફરી એકવાર જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પદ પર રહેશે. વર્ષ 2021માં પ્રથમ વખત જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ બન્યા.
The BCCI secretary Jay Shah has been reappointed as chairman of Asian Cricket Council for third consecutive term. #Cricket
(PTI File Photo) pic.twitter.com/HEXtNtGAkd
— Press Trust of India (@PTI_News) January 31, 2024
વર્ષ 2021માં જય શાહ બાંગ્લાદેશના નઝમુલ હસનની જગ્યાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ બન્યા. તે સમયે, જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખનું પદ સંભાળનાર સૌથી યુવા વ્યક્તિ બન્યા હતા. તે સમયે જય શાહની ઉંમર 32 વર્ષની હતી.
અગાઉ એવી માહિતી સામે આવી રહી હતી કે જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પદેથી રાજીનામું આપી શકે છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે. નવેમ્બર 2024માં ICC અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. જેના કારણે એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આઈસીસીના અધ્યક્ષ પદ માટે જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પદેથી રાજીનામું આપી શકે છે.