Gujarat News: સરકારી કર્મચારીઓ દ્વારા સરકાર સામે જ બાંયો ચડાવામાં આવી છે અને તેના ભાગ રૂપે ફેબ્રુઆરી અને માર્ચમાં વિવિધ કાર્યક્રમો અને અંતે ગાંધીનગર ખાતે ધરણાં આપ્યા બાદ પેન ડાઉન જેવા કાર્યક્રમો આપવામાં આવ્યા હતા તેમ છતાં સરકારની આંખો ન ઉઘડતા હવે કર્મીઓએ ૧૫ માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલને સચિવાલય ખાતે વ્યક્તિગત આવેદન પત્ર આપશે અને આ માટે જિલ્લા અને તાલુકા સંગઠનો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તો બીજી બાજુ સચિવાલય ખાતે આ કાર્યક્રમને લઈ પોલીસ ની ચહલ પહલ પણ વધશે તેવા સંકેત મળી રહ્યા છે હવે જોવાનું એ છે કે કાલે શું થશે ?
ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા અને ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના ની ચા હેઠળ ફુલ સરકારી 37 જેટલા સંગઠનો મળીને આવતીકાલે એટલે કે 15 માર્ચે વ્યક્તિગત આવેદનપત્ર આપવા માટે સચિવાલય પહોંચે તે માટે આ સંગઠનો દ્વારા હાકલ કરવામાં આવી છે અને એટલું જ નહીં આવેદનનો નમૂનો પણ કર્મચારીઓને whatsapp મારફતે મોકલી આપવામાં આવેલ છે હવે આવતીકાલે સચિવાલય ખાતે બપોરના 12:00 વાગે કર્મચારીઓ તે આવેદનપત્ર લઈ વ્યક્તિગત રીતે પોતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આવેદન આપવા માટે પ્રયાસ કરશે હાલની સ્થિતિ જોતા સચિવાલય ખાતે પણ પોલીસ પોતાની તૈયારીમાં વ્યસ્ત રહે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમકે સચિવાલયમાં કાર્યક્રમ કરવા માટે વિવિધ મંજૂરીઓની જરૂર પડતી હોય છે જે મંજૂરીઓને લઈ હજુ અસમંજસ ની સ્થિતિ યથાવત છે ત્યારે જોવાનું એ છે કે હવે આવતીકાલે વ્યક્તિ તથા આવેદનમાં કેટલી સફળતા મળે છે ?
ઞુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવતીકાલે વ્યક્તિગત આવેદનપત્ર આપવાની સાથે ગાંધીનગરમાં કર્મચારીઓ ઉમટશે : વિક્રમસિંહ આણંદ પ્રા. શિ.સંઘ પ્રમુખ
આ બાબતને લઈ આણંદ પ્રમુખ અને રાજ્ય કાર્યાઘ્યક્ષ વિક્રમસિંહ એ જણાવ્યું હતું કે , સરકાર સાથે થયેલ સમાધાન વખતે ૧૪ પ્રશ્નોમાથી ઘણાં પ્રશ્નો ઉકેલાઈ ગયા.પરંતુ સરકારે આપેલ ખાતરી મુજબ બાકી રહેલા અને શિક્ષકો અને અન્ય કેડરના કમૅચારીઓને સ્પર્શતા મુખ્ય પ્રશ્નો આજે પણ યથાવત સ્થિતિમાં રહેતાં વારંવારની રજૂઆતો, ધરણાં જેવાં કાયૅક્રમમો આપવા છતાં સરકારે આ અંઞે કોઈ નક્કર વિચારણા સાથે ઉકેલની ખાતરી ન મળતાં સૌ શિક્ષક ભાઈઓ બહેનો અને અન્ય કેડરના કમૅચારીઓ આવતીકાલે ઞુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ ઞુજરાત રાજ્ય સંયુક્ત કમૅચારી મોરચો, ગુજરાત રાજ્ય કમૅચારી મહામંડળ, ઞુજરાત રાજ્ય પંચાયત કમૅચારી મહાસંઘના કમૅયોઞીઓ આવતીકાલે વ્યક્તિગત આવેદનપત્ર આપવાના કાયૅક્રમમા જોડાવાની સાથે અવાજ બુલંદ કરવાના છે.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
શિક્ષકો સાથે અન્ય કેડરના કમૅચારીઓ ની પડતર માંગણીઓને લઇને આજે ઞુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ઞુજરાત રાજ્ય કમૅચારી મંડળ દ્વારા અપાયેલા વ્યક્તિગત આવેદનપત્ર કાયૅક્રમ માટે મોટી સંખ્યામાં શિક્ષકો સાથે કમૅચારી મિત્રો મુખ્યમંત્રીશ્રીને મળીને વ્યક્તિગત આવેદનપત્ર આપી લેખિતમાં આપશે હજું પણ અમારી માંગણીઓ સંદર્ભે નિરાકરણ નહીં આવે તો આગામી કાર્યક્રમો આપવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું