GANDHINAGAR: હર્ષ સંઘવીએ ST ડેપોની લીધી ઓચિંતી મુલાકાત, નાગરિકોને સ્વચ્છતા જાળવવા કરી અપીલ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને જનતાને જાગૃત કરવાનો એક પ્રયત્ન કર્યો છે. જેને ખાસ કરીને ગુજરાતમાં ગંભીરતાથી પાલન કરવામાં આવી રહ્યું છે. આજે સ્વચ્છતાને લઈને જ વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના ST ડેપોની ઓચિંતી મુલાકાત કરી હતી. હર્ષ સંઘવી અવાર-નવાર આ પ્રકારની ઓચિંતી મુલાકાત કરતા હોય છે.

ગાંધીનગરના એસટી ડેપોનું હર્ષ સંઘવીએ પોતે નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓ એસટી ડેપોની તમામ જગ્યાનું નિરિક્ષણ કરતા જોવા મળ્યા અને સાથે લોકો સાથે વાત પણ કરતા જોવા મળ્યા હતા. એસટી ડેપોમાં ઉભી રહેલી બસની પણ કેવી છે સ્થિતિ તે અંગે પણ તેમણે નિરિક્ષણ કર્યું હતું. બસોમાં બેઠેલા મુસાફરો સાથે પણ તેમણે વાતચીત કરી હતી. આ મુલાકાતથી ડેપો પર ઉપસ્થિત લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

PM મોદીના શબ્દોની અસર! કતારમાં ફાંસીની સજા પામેલા 8 ભારતીયોને રાજદૂત મળ્યા, મળશે કાયદાકીય મદદ

Breaking: અંબાજી મંદિર ઘી ભેળસેળ કેસના આરોપીએ કર્યો આપઘાત, અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિકના સુસાઈડથી ચારેકોર હાહાકાર

અદાણી કમબેક… વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં અંબાણી બાદ ગૌતમ અદાણી 14મા સ્થાને

ઓચિંતી મુલાકાત દરમિયાન હર્ષભાઈ સંઘવીએ પત્રકારો સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, દાદાની સવારી એસટી અમારી… ગુજરાતભરમાં 8,000 એસટી બસો અને બધા જ બસ સ્ટેશનો પર રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીના માર્ગદર્શનથી એક સ્વચ્છા અભિયાનની શરૂઆત કરવામાં આવી. રાજ્યના સૌ નાગરિકોને એસટી બસનો ઉપયોગ કરતા 25 લાખથી વધારે પરિવારજનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે, આ સ્વચ્છતા અભિયાન તે આપણા સૌ માટે આપણી વ્યવસ્થાઓ સ્વચ્છ રહે અને સારી રીતે આપ ઉપયોગ કરી શકો તે માટે શરૂ કરવામાં આવી છે.

 

 


Share this Article