શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે X પર પોસ્ટ કરીને દિવાળી પહેલા મોટા સમાચાર આપ્યા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ના કુલ 13800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષકોની વિનંતીથી નજીકના ભવિષ્યમાં જિલ્લા બદલી કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
👉🏻સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫, ધોરણ ૬ થી ૮ અને અન્ય માધ્યમના કુલ મળીને 13800 શિક્ષકો ની ભરતી તા. 01/11/2024ના રોજ જાહેર કરવામાં આવશે.
👉🏻પ્રાથમિક…
— Dr. Kuber Dindor (@kuberdindor) October 29, 2024
રાજ્ય સરકારની મોટી જાહેરાત
રાજ્ય સરકાર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે 13800 શિક્ષકોની ભરતી કરશે. આ માટેની સત્તાવાર સૂચના 1 નવેમ્બર 2024ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. એટલે કે નવા વર્ષ પહેલા શિક્ષકની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોને સરકાર મોટી ભેટ આપશે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે એક્સને જણાવ્યું હતું કે શિક્ષકોની ભરતી ઉપરાંત, નજીકના ભવિષ્યમાં જિલ્લા ફેર ટ્રાન્સફર કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આ ટ્રાન્સફર કેમ્પ ક્યારે યોજાશે તેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.