ભુજમાં અનોખો કિસ્સો, 12 લાખની ગાડી માટે 9 નંબર મેળવવા શખ્સે 18.45 લાખ ખર્ચી નાંખ્યા, જાણો એવું તો શું છે ખાસ આ નંબરમાં

Lok Patrika Desk
By Lok Patrika Desk
plate
Share this Article

નવા વાહનની ખરીદી બાદ અનેક લોકો પોતાની પસંદગીના નંબર વાહનની નંબર પ્લેટ પર મુકાવવા આતુર હોય છે અને વાહનના રજીસ્ટ્રેશન સમયે ખાસ તે નંબરની માંગણી કરે છે. રજીસ્ટ્રેશનની નવી સિરીઝ ખૂલે એટલે ખાસ તો ફેન્સી નંબર મેળવવા સૌ કોઈ પ્રયાસ કરતા હોય છે. ભુજની RTO કચેરીમાં પણ નવી સિરીઝ GJ 12 FD ખુલતા લોકોએ ફેન્સી નંબર માટે પડાપડી કરી હતી. આ સિરીઝમાં ‘નવડો’ (9) હોટફેવરિટ રહ્યો હતો. જેના માટે એક વ્યક્તિએ રૂ. 18.45 લાખની બોલી લગાડી હતી.

hsrp

 

લકી નંબર માટે લોકોનો ક્રેઝ અનેક વખત ચર્ચાનો વિષય બને છે, ત્યારે કચ્છના એક વ્યક્તિએ પોતાની નવી ગાડીમાં પસંદગીનો નંબર મેળવવા રૂપિયાનો ઢગલો કરી નાંખ્યો છે. ભુજ RTO કચેરીમાં વાહનના રજીસ્ટ્રેશન માટે ખુલેલી નવી સિરીઝમાં એક વ્યક્તિએ 9 નંબર માટે રૂ. 18.45 લાખની બોલી લગાડી હતી અને ફેન્સી નંબર મેળવ્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે, જે ગાડીના નંબર માટે રૂ. 18.45 લાખ ચૂકવાયા છે તે ગાડીની કિંમત જ માત્ર રૂ. 12 લાખ છે.

number plate

 

મળતી વિગતો મુજબ, સોમવારે ભુજ RTOમાં ખુલેલી GJ 12 FD સીરીઝમાં 9 નંબર મેળવવા માટે રામજી ચામારિયાએ રૂ. 18.45 લાખની બોલી લગાડી હતી. RTOના એક અધિકારી પાસેથી મળતી વિગતો મુજબ, આજે નવી સિરીઝ ખુલતા ઓનલાઇન હરાજીમાં 9 નંબર માટે સૌથી ઊંચી બોલી લાગવાનું શરૂ થયું હતું. બે પાર્ટી દ્વારા 9 નંબર માટે પોતાની બોલીમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હતો અને સાંજે 4 વાગ્યે હરાજી પૂર્ણ થઈ ત્યારે છેલ્લી બોલી રૂ. 18.45 લાખની લાગી હતી.
પૂર્વ કચ્છથી આ ગાડી માટે બોલી લાગી હતી. રૂ. 18.45 લાખ ખર્ચી 9 નંબર મેળવ્યા તે હ્યુન્ડાઈ કંપનીની વેન્યુ ગાડીની ઓન-રોડ કિંમત જ રૂ. 12 લાખ જેવી છે.

શા માટે દર વર્ષે ટોલના દરો વધે, શું છે સરકારની નીતિ? કોને મળે છે છૂટ? જાણો ટોલ ટેક્સને લઈ જરૂરી બધી જ વાતો

યાત્રીગણ કૃપયા ધ્યાન દે… ટ્રેનમાં ચડતા જ તમને મળે છે 5 અધિકાર, 99 ટકા લોકોને ખબર જ નથી, મુસાફર બની જાય રાજા

વિશ્વની સૌથી મોંઘી કેરી, 1 કિલોના ભાવમાં 4 તોલા સોનું આવી જાય! 1 પીસ ખરીદવા માટે પણ પરસેવો પડી જશે

ભુજ RTOમાં ખુલતી દરેક નવી સિરીઝમાં 9 નંબર હંમેશા હોટફેવરિટ રહેતો હોય છે. ત્યારે આ નવી સિરીઝમાં પણ 9 ઉપરાંત 999 નંબર માટે પણ રૂ. 1.89 લાખની બોલી લાગી હતી તો 9999 માટે રૂ. 1 લાખ ચૂકવાયા હતા.


Share this Article