બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તબાહી મચાવી દીધી છે અને મોટી માત્રામાં નુકસાન કર્યું છે. હજુ પણ 150 ગામો તો એવા છે કે વીજળી નથી પહોંચી અને અંધારામાં જીવન જીવી રહ્યા છે. તો સાથે સાથે જ કરોડોનું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે.
આજે 6 દિવસ પુરા થયા બાદ પણ સૌરાષ્ટ્ર-કચ્છના 150 જેટલા ગામડામાં વીજળી નથી આવી. તેમાં દ્વારકાના 30, ભુજના 80 અને અંજારના 50 ગામડાનો સમાવેશ થાય છે.
તો વળી સાથે જ માહિતી મળી રહી છે કે પીજીવીસીએલ સહિત અન્ય કંપનીના ઈજનેરોએ 451 વીજ ટ્રાન્સફોર્મર રિપેર કરી ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો કાર્યરત કર્યો છે. વાવાઝોડાથી રાજકોટ શહેરમાં 19.95 લાખ, રાજકોટ ગ્રામ્યમાં 3.86 કરોડ, મોરબીમાં 5 કરોડ, પોરબંદરમાં 8.80 કરોડ, જૂનાગઢમાં 4.6 કરોડ, ભાવનગરમાં 1.44 કરોડ, બોટાદમાં 99 લાખ, સુરેન્દ્રનગરમાં 1.67 કરોડ, અંજારમાં 12.62 કરોડ, ભુજમાં 6.88 કરોડ અને અમરેલીમાં 2.92 કરોડ સહિત કુલ 106 કરોડનું નુકસાન થયું છે. સૌથી વધુ જયાં વાવાઝોડું ટકરાયું હતું, તે કચ્છમાં આજિદન સુધીમાં માત્ર 19 કરોડ અને તેનાથી ત્રણ ગણું જામનગર-દ્વારકામાં 57.83 કરોડનું નુકસાન થયું છે.
તો વળી ગ્રાઉન્ડ પરની સ્થિતિ વિશે વાત કરીએ તો દ્વારકા અને કચ્છનાં અમુક વિસ્તારોમાં હજૂ પાણી ભરાયેલ હોવાથી રિપેરિંગની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચો
વીજળી પડવાનો આવો નજારો તમે આજ સુધી ક્યારેય નહીં જોયો હોય! VIDEO જોઈને લોકો કાયદેસર ધ્રૂજી ઉઠ્યા
શું એમએસ ધોની આગામી IPLમાં રમશે કે નહીં? CSK CEOના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો
આથી ભુજની 9, અંજારની 37 ઔદ્યૌગિક વસાહતમાં હજૂ પણ પાવર નથી પહોંચ્યો. તો વળી દ્વારકામાં જયોતિગ્રામ ફિડરના 7, ભુજમાં 28 અને અંજારમાં એક સહિત ખેતીવાડીના 1261 ફિડર બંધ હાલતમાં છે.