ગુજરાતીઓ ડંકો વગાડે એટલે આખું વિશ્વ ગજાવે… આ વાત ફરીવાર લંડનની ધરતી પર સાબિત થઈ છે. કારણ કે હાલમાં જ લંડનના લેસ્ટરની કાઉન્સીલરની ચૂંટણી યોજાઈ હતી અને જેમાં મૂળ ગુજરાતના તેમજ દિલથી ગુજરાતી એક બે નહીં પણ 3-3 કાઉન્સીલરની ભવ્ય જીત થઈ છે અને ગુજરાતનું નામ આખા લંડનમાં ગૂંજતુ થયું છે.
વિગતે વાત કરીએ તો હાલમાં જ લંડનમાં લેસ્ટર સિટી કાઉન્સીલરની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં અનેક ગુજરાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જોડાયા હતા. ત્યારે 3 ગુજરાતીઓની ભવ્ય જીત જોઈ છેક અહીં ગુજરાત સુધી લોકોમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
જે આ 3 કાઉન્સીલરની ભવ્ય જીત થઈ એના વિશે વાત કરીએ તો નાગાર્જૂન અગઠ, દેવી સિંહ પટેલ અને દિલીપ જોશીએ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે અને વિશ્વ લેવલે ડંકો વગાડ્યો છે.
આ ત્રણેય મહાનુભવો ક્ન્ઝર્વેટીવ પાર્ટીના પ્રતિનીધીઓ તરીકે ચૂંટાઈને આવ્યા છે. ત્યારે શૈલેશ સગર સમાજ મિત્ર તરફથી પણ અનોખી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.