ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યૂલ એક્ટિવ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. ગુજરાત ATSને રાજકોટમાં મોટી સફળતા હાથે લાગી છે. રાજકોટની સોનીબજારની અંદર ત્રણ વ્યક્તિ આતંકી સંગઠન અલકાયદાને મદદ કરવા માટે સક્રિય થઈ હતી. ગત મોડી રાતે ઓપરેશન કરીને ત્રણ આરોપીને ગુજરાત એટીએસે ઝડપી લીધા છે. આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 આરોપીઓને એ ટી એસએ દબોચી લીધા છે. અત્રે જણાવીએ કે, આ ત્રણેય ગુનેગારો છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા.
આ ત્રણેય ગુનેગારો છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા. ગુજરાત ATS એ રાજકોટની સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી બે શખ્સોની અટકાયત કરી છે. જેમાં કાજી આલોંગીર અને તેમના સાળા આકાશની અટકાયત કરવામાં આવી છે. જેઓ મૂળ પશ્ચિમ બંગાળના વતની છે.
કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશના આતંકી મોડ્યુલ સાથે કનેક્ટેડ ત્રણ લોકો રાજકોટમાં એક્ટિવ હતા. ગુજરાતી એટીએસએ તેમને ઝડપ્યા ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યૂલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા હતા. તાજેતરમાં આ મોડ્યૂલના માસ્ટર માઈન્ડને બાંગ્લાદેશ એન્ટી ટેરેરિસ્ટ ગ્રુપે ઝડપી લીધો હતો. આ મોડ્યૂલ અલકાયદાનું એક નાનું મોડ્યૂલ છે જે ઉત્તરપ્રદેશ અને અલગ અલગ જગ્યાએથી તેના લોકો અગાઉ ઝડપાઈ ચૂક્યા છે.
સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો
ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?
ત્રણ આરોપી ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર ફેલાવો કરવાનું કામ કરતા હતા અને અન્ય મુસ્લિમ કર્મચારીને રેડિક્લાઈઝ કરતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણેય આરોપી પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે. જે ત્રણયે આરોપીના નામ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે.