રંગીલા રાજકોટના રંગમાં હાર્ટ એટેકથી ભંગ પડ્યો, છાતીમાં દુખવાની ફરિયાદ કરી 3 યુવાનોના મોતથી ચારેકોર માતમ છવાયો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : કોરોના કાળ પછી સૌથી મોટી સમસ્યા યુવાઓ માટે ઉભી થઈ છે. કારણ કે યુવાઓમાં હાર્ટ એટેકના (Heart attack) કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે.જેને લઇને મેડિકલ જગત પણ ખુબ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે લોકો ખુબ મહેનત કરી રહ્યા છે.

 

આવી સ્થિતિ વચ્ચે હૃદય રોગના હુમલાને પગલે રાજકોટમાં (rajkot) વધુ ત્રણ વ્યક્તિના મોત નિપજયા હોવાનું સામે આવતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે.બીજી બાજુ ત્રણ પરિવારના કંધોતરના મોતને લઈ પરિવારના લોકોમાં પણ કાળો કલ્પાત ફેલાયો છે, અને પરિજનોના જાણે આંસુ ન સુકાતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 

 

છાતીમાં દુ:ખાવો ઉપડવાની ફરિયાદ સાથે કરાયા હતા દાખલ

રાજકોટમાં છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન વધુ ત્રણ યુવાનોના હાર્ટ એટેકને પગલે મોત નિપજ્યાનું સામે આવી રહ્યું છે. રાજકોટ પંથકમાં રહેતા કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના ત્રણેય વ્યક્તિઓએ છાતીમાં દુ:ખાવો ઉપડવાની ફરિયાદ કરતા તેઓને પરિવારના લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર કારગત ન નિવડતા ત્રણેયના યુવાનોએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. જે પછી ફરજ પરના ડોક્ટરે ત્રણેયના મોત થયા હોવાનું જાહેર કર્યું હતું.

 

અંબાલાલે બધાના ધબકારા વધારી દીધા! ઓક્ટોબરમાં ભયંકર વાવાઝોડાંની આગાહી કરી, મેઘરાજા પણ માજા મૂકશે

ભારતીય હિંદુઓ, તમારું સ્થાન ભારતમાં છે, કેનેડામાંથી ચાલતી પકડો… ખાલિસ્તાની પન્નુએ આપી ખુલ્લી ધમકી, જસ્ટિન ટ્રુડો ચૂપ

અંબાણીના ઘરે ગણેશ ઉત્સવમાં બોલવૂડ સ્ટાર અને ક્રિકેટર્સનો જમાવડો, પરંતુ વિરાટ-અનુષ્કા આ કારણે ના આવ્યા

 

પરિજનોમા છવાયો શોક

કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના 26 વર્ષીય, 40 વર્ષીય અને 41 વર્ષીય વ્યક્તિનો કાળમુખા હાર્ટ એટેકે ભોગ લેતા રાજકોટમાં અરેરાટી મચી છે. આ ત્રણેય અલગ અલગ બનાવને લઈને સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે. બીજી બાજુ 3 પરિવારે પોતાના ઘરના આધાર સ્થંભ ગુમાવતા પરિજનો શોકના સાગરમાં ડૂબ્યા છે.

 

 


Share this Article