Gujarat News : તાલુકા મથક ઠાસરામાં શિવજી ની શોભા યાત્રા દરમિયાન પથ્થર મારાની ઘટના બની હતી. જે સંદર્ભે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી ને ૩૨ જેટલા આરોપીઓને ધરપકડ કરી હતી.જોકે હવે આગામી તહેવારોની ઉજવણી સમયે કાયદો વ્યવસ્થા , કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા ના અધ્યક્ષ સ્થાને સરપંચો સહિત આગેવાનો ની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી.જેમાં કોમી હિંસા ન થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું.
ઠાસરા ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા ઠાસરા ખાતે શાંતિ સમિતિ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ તેમજ ઠાસરા પીએસઆઈ એન.એમ.બારોટ સહિત ઠાસરા તાલુકાના ૩૯ જેટલા ગામોના સરપંચો ,ઠાસરા નગર પાલિકાના સભ્યો સહિત ૮૫ જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં પોલીસે આગામી સમયમાં આવતા તહેવારો માં કોમી એખાલસતા જળવાય તે માટેની અપીલ કરી હતી.તેમજ વાતવરણ ડોહળાય તેવી સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ નહિ કરી સ્થાનિક પોલીસને જાણ કરવા સૂચનો કરવામાં આવ્યા હતા.
5 દિવસની વરસાદની નવી આગાહીથી ગુજરાતીઓ ઘેરી ચિંતામાં પડ્યાં, જાણો ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ ખાબકશે!
ઉલેખનિય છે કે શોષીયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મૂકનારાઓ સામે ઠાસરા ,સેવાલિયા ,ડાકોર , મહુધા ,વડતાલ ના પોલીસ મથકો માં ગુનાઓ નોંધ્યા હોવાની પોલીસે આ બેઠકમાં માહિતી આપી હતી. ઠાસરા તાલુકામાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયાસો કરીને ગણેશ વિસર્જન તેમજ મહોરમ ઝુલુસ પોતાના વિસ્તાર પૂરતું સીમિત રાખવાનો નિર્ણય પણ બંને કોમના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. ઠાસરાની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં ના આવે એટલે પોલીસ પણ સોશ્યલ મીડિયા ઉપર બાજ નજર રાખીને બેઠી હોવાની જાણકારી પણ પોલીસ સૂત્રોમાંથી મળી હતી.