National Film Awards 2023: જે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ફિલ્મને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા દિવસે ગુજરાતીઓને ગર્વ અપાવનાર સમાચાર સામે આવ્યા છે. 69મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ગુજરાતની 3 ફિલ્મો છવાઈ છે.
છેલ્લો શોને બેસ્ટ ગુજરાતી ફિલ્મમાં સ્થાન મળ્યું છે. વધુમાં ફિલ્મ દાળભાતને બેસ્ટ શોર્ટફિલ્મ ફિક્શનનો અવોર્ડ આપી બહુમાન કરાયુ છે. સાથે જ સરદાર ઉધમસિંહને બેસ્ટ હિન્દી ફિલ્મનો અવોર્ડ આપવામાં આવ્યો છે. પાંચીકાને બેસ્ટ ડેબ્યુ નોન ફિચર્સ ફિલ્મનો અવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત અલ્લૂ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત કરાયો છે.
છેલ્લો શોને બેસ્ટ ગુજરાતી ફિલ્મમાં સ્થાન મળ્યું છે. ફિલ્મ દાળભાતને બેસ્ટ શોર્ટફિલ્મ ફિક્શનનો અવોર્ડ મળ્યો છે. સાથે જ સરદાર ઉધમસિંહને બેસ્ટ હિન્દી ફિલ્મનો અવોર્ડ આપવામાં આવ્યો છે. પાંચીકાને બેસ્ટ ડેબ્યુ નોન ફિચર્સ ફિલ્મનો અવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત અલ્લૂ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત કરાયો છે. વિક્કી કૌશલની ફિલ્મ સરકાર ઉદ્ધમને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ મળ્યો. કાશ્મીર ફાઈલ્સની પલ્લવી જોશીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો જ્યારે આલિયા ભટ્ટને ગંગૂબાઈ કાઠિયાવાડી અને મિમિમાંથી કૃતિ સેનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.