ચાણક્ય હવે ખોટા પડતાં હોય એવું લાગે છે, કારણ કે ચાણક્યે શિક્ષક માટે કહ્યું છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં ઉછરે છે. પરંતુ જો સમર્થ શિક્ષકો જ આજે કેટલીક નીતિઓને કારણે પરેશાન છે હેરાન હોય તો કેવા કોને જવું. જ્યારે શિક્ષકોનું કોઈ સાંભળવા તૈયાર જ ન હોય ત્યારે ખરેખર પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે. હાલમાં ગુજરાતમાં પણ શિક્ષકો સરકાર સામે તેમના હક અને ફરજ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. જો કે હવે તો શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે.
મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ મનપાની સ્કૂલોમાં શિક્ષકોની પડતર માંગને લઈને વિવિધ કાર્યક્રમો યોજશે. જેમાં જૂની પેન્શન યોજના, ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા તેમજ 4200 ગ્રેડ પે મુખ્ય માંગો હશે. ત્યારે આ શિક્ષકોએ શું શું પોગ્રામ કર્યા છે એની વાત કરીએ તો. 3 સપ્ટેમ્બરે તમામ જિલ્લામાં શિક્ષકો આવેદનો આપી દેશે. 11 સપ્ટેમ્બરે રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પોતાની રજુઆત કરશે. 17 સપ્ટેમ્બરથી શિક્ષકની માસ CL પર ઊતરવાની ચિમકી પણ આપવામાં આવી છે. 22 સપ્ટેમ્બરથી રાજ્યના શિક્ષકો દ્વારા પેન ડાઉન કાર્યક્રમ શરૂ થશે. 30 સપ્ટેમ્બરથી રાજ્યમાં અચોક્ક્સ મુદ્દતની હડતાળ કરીને સરકારને હંફાવશે.
જો ગત મે મહિનાની જ વાત કરવામાં આવે તો રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીના વર્ષોથી પડતર એવા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જેમાં ફિક્સ પગારમાં નિમણૂંક પામેલ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગારધોરણ તેમજ અન્ય લાભો આપવાનો અત્યંત મહત્વનો નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે આ શિક્ષકોની માંગ ક્યારેય સંતોષાય એ જોવાનું રહ્યું.