હાર્ટ એટેકથી ગુજરાતમાં 24 કલાકમાં 7 મૃત્યુ, તમામ લોકો ચાલુ કામ કરતા ઢળી પડ્યા હતા, શિયાળામાં વધુ જોખ!

Desk Editor
By Desk Editor
Share this Article

Heart attack News: હાર્ટ એટેક એ આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. પણ એવું ગુજરાતમાં પહેલા ક્યારેય બન્યુ નથી કે, ગુજરાતમાં લોકો જાહેરમાં આ રીતે ઢળી પડતા હોય.

હાર્ટ એટેકમાં જીવ જતા થોડી પણ વાર પણ નથી લાગતી. ગુજરાતીઓ માટે હાર્ટ એટેક કોરોના કરતા પણ જીવલેણ બની રહ્યો છે. કારણ કે, કોરોનામાં લક્ષણો દેખાય છે અને સારવાર પણ શક્ય છે. પરંતું હાર્ટ એટેકમાં માણસનું ઢળી પડતા જ મોત થાય છે. છેલ્લા 24 કલાકમા ગુજરાતમાં 7 લોકોના મોત નિપજ્યા છે.

મળત માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. તો સુરતમાં બે અને અરવલ્લીમાં એકનું મોત થયું છે. આ તમામ લોકો કંઈક ને કંઈક કામ કરતા કરતા ઢળી પડ્યા હતા.

રાજકોટમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત

રાજકોટમાં હાર્ટ એટેકથી છેલ્લા 24 કલાકમાં 4 લોકોના જીવ ગયા છે. આ તમામ લોકો નાની ઉંમરના હતા. ચારેય લોકોને ચાલુ કામમાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને પળવારમાં તેમનું મૃત્યુ હતું. ચાર લોકોના છેલ્લા 24 કલાકમાં હૃદય બંધ થઈ જતા મોત થયા છે.

અરવલ્લીમાં બિલ્ડરને ગરબા રમતા મોત

અરવલ્લીમાં તો એક વ્યક્તિનું ગરબા રમતા હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. બિલ્ડર પ્રવીણભાઈ પટેલનું ગરબા રમતા હાર્ટ એટેક આવ્યો હતો. મોડાસાની કોરલ સિટીમાં રહેતા બિલ્ડરનું મોત નિપજતા સમાજમાં શોકનો માહોલ છવાયો છે.

સુરતમાં બે યુવકો ઢળી પડ્યા બાદ મોત

તો બીજી તરફ, સુરતના લિંબાયતના યુવક સહિત બેના બેભાન થયા બાદ મોત નિપજ્યું છે. હાર્ટ એટેક બાદ મોત થયા હોવાની શક્યતા છે. બેભાન થયા બાદ મોતને ભેટવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.

લિબાયતમાં સત્યાનંદ સાહું ઘરમાં બેઠો બેઠો બેભાન થઈ ગયો હતો. તો સરથાણામાં ઘનશ્યામ ધોરાજીયા સબધીને ત્યાં બેભાન થઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.

શિયાળામાં હાર્ટ એટેકનું વધુ જોખમ

શિયાળો શરૂ થાય એટલે શરીરમાં પણ ફેરફાર થવા લાગે છે જેના કારણે હૃદય અને શ્વાસ સંબંધિત સમસ્યા વધી શકે છે. આ વાતાવરણમાં ખાવા પીવામાં બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે પણ હૃદય ઉપર જોખમ ઊભું થાય છે. શિયાળામાં શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે જેના કારણે વજન પણ ઝડપથી વધે છે અને સ્ટ્રેસ પણ વધી શકે છે.

દિકરી ઈરા ખાનની વેડિંગમાં સજ્યું આમિર ખાનનું ઘર, નૂપુર શિખરેની દુલ્હન બનવા આતુર ઈરા ખાન, આ તારીખે લગ્ન

હજી પણ મોકો છે દેશને પાછી આપી દો 2,000 રૂપિયાની નોટ, RBIએ આપી ચેતવણી, નહીંતર… અહીં નોટ બદલી શકાશે

હજુ તો ટ્રક ટ્રાઈવરની હડતાળનો એક જ દિવસ થયો અને આખા દેશમાં મુશ્કેલી પડી, પેટ્રોલ પંપ પર લાઈનો, શાકભાજી મોંઘા થયાં

આ બધી જ બાબતોની ખરાબ અસર હૃદય પર થાય છે. શિયાળામાં ધમનીઓ સાંકળી થઈ જવી, પ્લેટલેટની સમસ્યા, લોહી જામી જવું જેવી સમસ્યાના કારણે હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં શિયાળા દરમિયાન તમે કેટલાક સરળ કામ કરીને પોતાના હૃદયને સ્વસ્થ રાખી શકો છો.


Share this Article