સેપ્સિસ એ આપણાં શરીરનું ચેપ સામેનું જબરદસ્ત રિએક્શન છે. જે આપણાં પોતાના જ આંતરિક અવયવોને નુકસાન પહોંચાડે છે (જેમ કે હૃદય, મગજ). અંતે સેપ્સિસ એક જીવલેણ સ્થિતિ બની શકે છે.
સેપ્સિસ એક મેડિકલ ઇમરજન્સી છે.
જેટલી જલ્દી સારવાર મળે એટલી જીવ બચવાની શક્યતા વધારે.
સેપ્સિસથી મને શું ફરક પડે ?
સેપ્સિસ કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે.
કોઈપણ પ્રકારના ચેપથી આપણાં શરીરમાં સેપ્સિસ થઈ શકે છે.
સેપ્સિસથી હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે, માત્ર એટલું જ નહીં. પરંતુ તેનાથી ઘણા લોકોને શરીરમાં લાંબા ગાળાના અથવા કાયમી પ્રોબ્લેમ રહી જાય છે, જેમ કે અંગ કપાવવા પડે ,અંગો ખોટા પડી જાય, માનસિક તકલીફો અને ઘણું બધું.
સેપ્સિસ કોને થઇ શકે છે?
સેપ્સિસ કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે.
વધુ રિસ્ક કોને ?
હાલમાં જ કોઈ નું ઓપરેશન થયું હોય અથવા હોસ્પિટલમાં રહેવાનું થયું હોય.
કિડની ની બીમારી હોય, અથવા કેન્સર અથવા કોઈ લાંબી બીમારી હોય.
ગર્ભવતી મહિલાઓને ડિલિવરી પહેલા અને ડિલિવરી પછી 6 અઠવાડિયામાં.
જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય (જેમ કે બાળકો અને વૃધ્ધો)
સેપ્સિસ નાં લક્ષણો શું હોય છે ?
100 ડિગ્રી થી વધારેનો તાવ. (ટાઢિયો તાવ પણ હોઈ શકે)
97 ડિગ્રી થી ઓછું શરીરનું તાપમાન
શરીરનાં કોઈ અંગમાં અસહ્ય દુખાવો (આંતરિક ચેપનાં કારણે)
ટૂંકા શ્વાસ
ચક્કર આવી જવાં કે આંખે અંધારાં આવી જવાં,
અચાનક કન્ફ્યુઝન થવા લાગવું
શરીરમાં સતત સુસ્તી લાગવી
BP લો થઇ જવું (ઘટી જવું)
ભૂખ ન લાગવી
સેપ્સિસ ની શરૂઆતમાં આમાંથી એક બે લક્ષણો પણ હોઈ શકે. બધાં જ લક્ષણો ના પણ હોય.
સેપ્સિસ નાં ત્રણ સ્ટેજ
સેપ્સિસ
રોગપ્રતિકારક શક્તિ નું રિએક્શન આવવું અને સેપ્સિસનાં લક્ષણો દેખાવાં
સીવીયર સેપ્સિસ
સેપ્સિસ નાં લક્ષણો તીવ્ર અને અસહ્ય બનવાં
સેપ્ટિક શોક
સેપ્સિસ નાં કારણે શરીરનાં આંતરિક અંગો ખરાબ થવા અને મૃત્યુ
શું સેપ્સિસની સારવાર શક્ય છે?
હા, પણ જો એ બહુ જલ્દી ખબર પડી જાય તો જ…
ડોક્ટરો દ્વારા અપાતી સારવારઃ સેપ્સિસનાં દર્દીને શક્ય બને એટલું જલ્દી એન્ટિબાયોટિક્સ અને નસમાં પ્રવાહી (બાટલા ચડાવવાં) આપવામાં આવે છે. એન્ટિબાયોટિક ચેપની સામે લડે છે અને પ્રવાહી બીપી ને નોર્મલ રાખવામાં મદદ કરે છે
મને શંકા છે કે મને અથવા મારા પરિવારમાં કોઈ ને સેપ્સિસ છે, તો શું કરવું ?
ઘરમાં એક ડિજિટલ થર્મોમીટર રાખો (જેનાથી તાવ માપી શકાય)
લક્ષણો જણાતાં દર્દી ને તાત્કાલિક ડોક્ટર પાસે લઇ જાવ.
ડોક્ટરને લક્ષણો જણાવતી વખતે કેટલો તાવ છે એ કહેવું.
ડોક્ટર સામે સેપ્સિસ શબ્દનો ખાસ ઉલ્લેખ કરવો (નહીંતર બની શકે કે ડોક્ટર લક્ષણો ને નિવારવાની દવા આપે અને પછી સેપ્સિસ ઓળખવામાં મોડું થઇ જાય)
મને આજ સુધી સેપ્સિસ વિશે કેમ ખબર નથી?
તમે એકલા નથી કે જેને આ ખબર નથી. અડધાં થી વધારે અમેરિકા ના લોકો એ પણ આ શબ્દ સાંભળ્યો નથી.
મોટા ભાગે સેપ્સિસ બીજી કોઈ સમસ્યાની પાછળ આવતો હોય છે અને કંઈ સમજાય એ પહેલાં જ મૃત્યુ નું કારણ બનતો હોય છે. જે કદાચ ICU નાં ડોક્ટરને ખબર હોય પણ આપણને ખબર ના હોય.
ઉદા. તરીકે… હાલમાં જ કોઈ નું ઓપરેશન થયું હોય, કોઈને કિડની ની બીમારી હોય, કોઈને કેન્સર હોય.
સેપ્સિસનાં ચાર સ્તંભ ( T. I. M. E )
Temperature
100 થી વધારે કે 97 થી ઓછું તાપમાન.
Infection
શરીરનાં કોઈ પણ અંગમાં ચેપ
Mental Decline
કન્ફ્યુઝન અને સુસ્તી
Extremely Ill
અસહ્ય દુખાવો, ટૂંકા શ્વાસ, ચક્કર/અંધારાં આવી જવાં, BP લો થઇ જવું (ઘટી જવું), ભૂખ ન લાગવી