એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યા કુલ 9 DySPને બે મહિના પહેલા બદલી થઈ અને પોસ્ટિંગ ન મળવાને કારણે તેમને પગાર મળી રહ્યો નથી. આ વિશે વિગતે વાત કરીએ તો 25 જાન્યુઆરીના રોજ 57 DySPની બદલી થઈ હતી જેમા 9ને વેઈટીંગ ફોર પોસ્ટિંગ રાખવમાં આવ્યા છે. ત્યારબાદ હવે તેમને નવી કઈ જગ્યાએ મુકવામા આવ્યા નથી. આ સમગ્ર બાબતની હવે ગાંધીનગર હોમ વિભાગમાં ફરિયાદ કરવામા આવતા આખી ઘટના સામે આવી છે.
એક તરફ વાત કરીએ સરકારી નિયમની તો એ મુજબ બદલી થાય તે પછી નવી જગ્યાનું પોસ્ટિંગ મળે તે પછી જ પગાર છૂટો થાય છે. જો કે, પગાર જે તારીખે બદલી થઈ ત્યારની પાછલી અસરથી મળે છે. આખરે કંટાળેલા DySP ગાંધીનગર ગૃહ વિભાગ પહોચ્યા અને અહી એક અધિકારીને આ અંગે કાકલૂદી કરી કે સાહેબ, અમારું પોસ્ટિંગ વેઈટિંગમાં છે જેના લીધે બે મહિનાથી પગાર થયો નથી. પગારથી જ ઘર ચલાવીએ છીએ, ખર્ચા કાઢવા મુશ્કેલ થઈ ગયા છે. પગાર નહીં થવાને લીધે અમારા EMI ચડી ગયા છે.
પોતાની સમસ્યા જણાવતા DySPએ આગળ કહ્યું કે અમારે પણ સ્કૂલમાં બાળકની ફી ભરવાની છે અને બે મહિનાથી ઉઘરાણી થાય છે. હવે શું કરીશું, તમે જ કહો? આ પછી ઉપરી અધીકારીએ ખુબ જ ચોકાવનારો જવાબ આપતા કહ્યુ કે નિયમ પ્રમાણે જ્યાં સુધી પોસ્ટિંગ ન થાય ત્યાં સુધી પગાર થઈ શકે નહીં. પોસ્ટિંગ થશે ત્યારે પગાર મળશે. વધારે તકલીફમાં હોતો તમે સ્ટાફ વેલ્ફેર ફંડમાંથી લોન લઈ લો!