આદીપુર (મનિષ શર્મા દ્ધારા): હાલમાં આદિપુરથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટકા એક બાળકીનું મોત નિપજ્યું છે. સાથે જ માતા પણ આ દુર્ઘટનામાં ઘાયલ થઈ છે. વિગતો સામે આવી રહી છે કે ગાંધીધામના જોડિયા નગર આદિપુરમાં આજે એટલે કે ગુરુવારે સવારે 6.30ના અરસામાં વોર્ડ 4/એમાં આવેલી જર્જરિત ઘનશ્યામ એપાર્ટમેન્ટ નામની બિલ્ડીંગમાં બાલ્કનીનો સ્લેબ તૂટવાની દુર્ઘટના બની હતી.
પ્રાપ્ય વિગતો અનુસાર પ્રથમ માળની એક બાલ્કનીનો સ્લેબ તૂટી પડ્યો હતો. ત્યારે ગ્રાઉન્ડફ્લોરમાં રહેતા ચોકીદાર પરિવારના બેથી ત્રણ સભ્યોને પણ ઇજા પહોંચી હોવાની વાત સામે આવી રહી છે. જેમાં સૌથી દુખદ વાત એવી છે કે 5 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું છે. જ્યારે તેની 34 વર્ષીય માતાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે અને હાલમાં તેને સારવાર અર્થે લઈ જવામાં આવી છે. રામબાગ અને ત્યાંથી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું સામે આવ્યું. હાલના માહોલની વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાના પગલે આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે.