Gujarat News: ખેડા જિલ્લાના તાલુકામથક ઠાસરામાં નીકળેલી શિવ યાત્રા ઉપર પથ્થરમારો કરીને કેટલાક વિધર્મીઓએ નગરની શાંતિ ડહોળી હતી, જેના લીધે સામસામે ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે પોલીસ દ્વારા સમગ્ર મામલે ધરપકડો કરીને તણાવ હળવો કરી દીધો હતો. જ્યારે આગામી દિવસોમાં આવનાર ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલે બંને કોમના લોકોએ એકબીજાના વિસ્તારમાં નહિ જવાની તૈયારી દર્શાવી હતી.
ઠાસરામાં સંપૂર્ણ શાંતિ સ્થાપવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. ત્યારે ઠાસરા તાલુકાના પીપલવાડા ગામના એક યુવાને ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ઉપર એક પોસ્ટ મૂકીને ઉશ્કેરણી કરીને હનુમાનજીની શોભાયાત્રામાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આવવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતીઓ હજુ વરસાદ ગયો નથી, આ 5 જિલ્લામાં આજે ધોધમાર ખાબકશે, નવી આગાહી તમારે જાણી જ લેવી જોઈએ
લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો આખો અંબાણી પરિવાર, તસવીરોમાં જુઓ અનોખો જ અંદાજ
જેને પગલે સમગ્ર ઠાસરા તાલુકામાં ફરીથી વાતાવરણ તંગ બને એવી શક્યતા હતી. જોકે પોલીસે આ ઉશ્કેરણી જનક પોસ્ટ મૂકનાર ઠાસરા તાલુકાના પીપલવાડાના વિશ્વજીત રાઠોડ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી હોવાનું ઠાસરા પીએસઆઈ બારોટે જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઠાસરામાં પૂર્ણ શાંતિ ફેલાય તેવા પ્રયાસો કરવા જોઈએ અને કોઈપણ વિવાદિત બાબતોથી લોકોને દૂર રહેવા અપીલ કરી હતી.