સુનિલ બ્રહ્મભટ્ટ: પાલનપુર એલસીબીની ઉત્કૃષ્ટ કામગીરીના એક સમાચાર સામે આવી રહ્યા છે. હેડ.કોન્સ વદુજી, કિસ્મતજી,તથા પો.કોન્સ જયપાલસિંહ, ભરતભાઈ,ધર્મેન્દ્રસિંહ, અશોકભાઈ, નાઓ છાપી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી. વાત એવી હતી કે રાજેસ્થાન આબુરોડ તરફથી એક અસોક લેલન ગાડી G.J12.A.W 5787 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઉંઝા તરફ જનાર છે એવી વાત સામે આવી હતી.
વાત સામે આવતા છાપી પોસ્ટની હદમાં હોટેલ આઇમાતા સામે હાઇવે ઉપર વોચમાં હતા. તે દરમિયાન હકિકત વાળી અસોક લેલન ગાડી .G.J12.A.W 5787 ની આવતા રોકાવી ગાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરેલો મળી આવ્યો હતો. ગાડીનો ચાલક નામે હનુમાન રામ ભીખારામ જાતે જાટ છે અને હેટાકા સ્ટેશન આલમસર તા,ચોટન જી,બાડમેર રાજસ્થાનમાં રહેનાર હતા.
આ બધાને પકડી પાડી અસોક લેલન ગાડી G.J12.A.W 5787 માં જોતાં માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની *બોટલ/બીયર નંગ 2424/- કિ.રૂ,6,83,040/-તથા અસોક લેલન ગાડી .રૂ,10,000,00/-તથા મોબાઇલ કી.રુ 5000 એમ કુલ મુદ્દામાલ 16,88,040 સાથે મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે. હવે આ દરેક વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ છાપી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.