ગુજરાતમાંથી નકલી દસ્તાવેજો બનાવતી ગેંગ ઝડપાઈ, ગેરકાયદેસર રીતે લોકોને મોકલતા હતા વિદેશ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: ગુજરાતમાંથી વિદેશમાં જતા લોકો માટે વર્ક પરમીટ, સ્ટુડન્ટ વીઝા વગેરે મેળવવા જુદા-જુદા પ્રમાણપત્રોમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજ બનાવતી ગેંગને પકડી પાડી છે. અધિક પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝની સુચના અને માર્ગદર્શન મુજબ અમેરીકા, કેનેડા અને યુ.કે. જેવા દેશોમાં વર્ક પરમીટ, સ્ટુડન્ટ વીઝા વિગેરે મેળવવા માટે જુદા-જુદા પ્રમાણપત્રોમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજ બનાવી વર્ક પરમીટ અને સ્ટુડન્ટ વીઝા બનાવતા કુલ-17 આવા સ્થળોએ રેડ કરવામાં આવેલ અને તેની તપાસ CID ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી.

પોલીસ અધિક્ષક, વહીવટ ગાંધીનગર નાના સુપરવિઝન હેઠળ તા.18 ડિસેમ્બરના રોજ કુલ-17 આવા સ્થળોએ રેઈડ કરવામાં આવી અને તેની તપાસ CID ક્રાઈમ દ્વારા હાથ ધરવામાં આવી. જે અન્વયે ફ્યુચર પ્લાનીંગ વિઝા કન્સલટન્સી, એ/304, વૃંદાવન ટ્રેડ સેન્ટર, કુડાસણ, ગાંધીનગર ખાતે રેઇડ કરી વધુ તપાસ અર્થે સી.આઇ.ડી.ક્રાઇમ, ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશન જાણવાજોગ નંબર- 08/2023, તા.15/12/2023ના રોજ રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને કબજે કરેલ લેપટોપ, હાર્ડડીસ્ક, મોબાઇલ, પેઇન ડ્રાઇવ પરીક્ષણ અર્થે FSL ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ છે “ચા”ના જબરા શોકીન, કચ્છમાં સામાન્ય નાગરિક જેમ ચાની લિજ્જત માણી

Ahmedabad: સરખેજમાં કપિરાજે 25 લોકોને બચકા ભર્યા, વનવિભાગને જાણ હોવા છતાં પણ અજાણ

રાહુલ ગાંધીએ પદ્મશ્રી એવોર્ડ પરત કરનાર પહેલવાન બજરંગ પુનિયા સાથે કરી મુલાકાત, પહેલવાનોની જાણી સમસ્યાઓ

જે પૈકી મોબાઇલમાંથી જુદી-જુદી બેંકોના બેંક એકાઉન્ટના બનાવટી બેંક સ્ટેટમેન્ટ હોવાનું ફલીત થતા આરોપી (1) અવકાશ જયંતિભાઇ ચૌધરી, (2) સાહિલ વિકેશભાઇ પટેલ અને (3) કૃણાલ કિરીટભાઇ વરીયા વિરૂધ્ધમાં ઇ.પી.કો. કલમ-467, 468, 471, 120(બી) મુજબ સી.આઇ.ડી.ક્રાઇમ, ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.-11201001230011/ 2023થી ગુનો રજીસ્ટર કરી ઉપરોકત આરોપીઓને ધોરણસર અટક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.


Share this Article
TAGGED: , ,