Sports News: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે હરિયાણાના બહાદુરગઢના છારા ગામમાં સ્થિત અખાડા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે બજરંગ પુનિયા પણ હાજર હતો. કુસ્તીબાજો બજરંગ પુનિયા અને દીપક પુનિયાએ આ જ અખાડામાં કુસ્તીની શરૂઆત કરી. આ દરમિયાન તે અખાડામાં કુસ્તીની યુક્તિઓ શીખતા નવા કુસ્તીબાજોને પણ મળ્યો.
તમને જણાવી દઈએ કે, ઘણા સમયથી ભારતીય કુસ્તીસંઘના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણસિંહ સામે મહિલા પહેલવાનો મોરચો ખોલ્યો છે. માંગ છે કે યૌન શોષણ કેસમાં બૃજભૂષણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે વિનેશ ફોગાટે ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. વિનેશે પીએમને સંબોધીને બે પાનાનો પત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેમાં લખ્યું છે કે, અમારા મેડલ અને એવોર્ડની કિંમત 15 રૂપિયા હોવાનું કહેવાય છે. હવે મને પણ મારા એવોર્ડ્સથી અણગમો થવા લાગ્યો છે. મને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો, જેનો હવે મારા જીવનમાં કોઈ અર્થ નથી.
રાહુલ ગાંધીએ કુસ્તી પહેલવાનોની જાણી સમસ્યાઓ
આજે રાહુલ ગાંધીએ છારા ગામમાં વીરેન્દ્ર અખાડામાં પહેલવાનો સામે મુલાકાત કરી જ્યાં તેમની સાથે બજરંગ પુનિયા પણ હાજર રહ્યા હતા. છારા ગામ દિપક પુનિયાનું ગામ છે જે ઝજ્જર જિલ્લામાં આવે છે દિપક અને બજરંગે આ વીરેન્દ્ર અખાડામાં જ કુસ્તીની શરૂઆત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કસરતો અને કુસ્તી પહેલવાનોના કરિયરમાં આવતી સમસ્યાઓ જાણી હતી.
બજરંગ પુનિયાએ પદ્મશ્રી કર્યો પરત, સાક્ષીની કુસ્તીમાંથી વિદાય
સાક્ષા મલિકની નિવૃત્તિ બાદ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ 22 ડિસેમ્બરે સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. 23 ડિસેમ્બરે વીરેન્દ્ર સિંહે પણ પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. વીરેન્દ્ર સિંહને 2021માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. 21 ડિસેમ્બરના રોજ સંજય સિંહ પ્રમુખ બન્યા બાદ સાક્ષી મલિકે મીડિયાની સામે ટેબલ પર પોતાના જૂતા મૂક્યા અને કુસ્તી છોડવાની જાહેરાત કરી.
વિનેશ ફોગાટે પ્રધાનમંત્રી મોદીને કરી અપીલ
વિનેશ ફોગાટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાનો ખેલ રત્ન પરત કરવાની માગ કરી છે. આ પત્રમાં તેણે લખ્યું છે કે, “માનનીય પ્રધાનમંત્રી, સાક્ષી મલિકે કુસ્તી છોડી દીધી છે અને બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કરી દીધું છે. દેશ માટે ઓલિમ્પિક મેડલ જીતનારા ખેલાડીઓને આ બધું કરવાની ફરજ કેમ પડી? આખો દેશ જાણે છે અને તમે છો. દેશના વડા, તો આ મામલો તમારા સુધી પણ પહોંચ્યો હશે. પ્રધાનમંત્રી, હું તમારા ઘરની દીકરી વિનેશ ફોગટ છું અને છેલ્લા એક સમયથી મારી જે હાલત છે તે તમને જણાવવા માટે આ પત્ર લખી રહ્યો છું.
જાણો શું છે સમગ્ર મામલો?
હદ છે પણ હોં! મુખ્યમંત્રીની જીભ લપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી દીધી, ચારેકોર બદનામી થઈ
કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના વિવાદમાં એવોર્ડ પાછા આવી રહ્યાં છે. સરકારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાને ભંગ કરી નાખી છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના પૂર્વ અધ્યક્ષ બ્રજભૂષણ શરણસિંહ સામેના મહિલા પહેલવાનોના યૌન શૌષણના આરોપ બાદ તેમના સાથી સંજયસિંહની રેસલિંગ ફેડરેશનના ચીફ તરીકેની નિયુક્તી અને ત્યાર બાદની હકાલપટ્ટી પરના આખા વિવાદમાં ખેલાડીઓ એવોર્ડ પાછો આપી રહ્યાં છે.