અ’વાદનો ઉદ્યોગપતિ ઉઘાડો પડ્યો! વીડિયો કોલ પર કપડાં ઉતરાવીને છોકરીએ લાખો નહીં આટલા કરોડ રૂપિયા ખંખેર્યા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

અજાણી લિન્ક પર ક્લિક ન કરવાની અનેકવાર ચેતવણીઓ છતાં લોકો ક્લિક કરવાનું ચૂકતા નથી. તંત્ર વારંવાર ચેતવણીઓ આપી રહ્યું છે. ગુજરાતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. સોશિયલ મીડિયા પર મેસેજ કરીને ભોળવીને વીડિયો કોલ બાદ વર્ચ્યુઅલ સેક્સની જાળમાં ફસાવીને વીડિયો ક્લીપના નામે વાયરલ કરવાને નામે લાખો રૂપિયા વસૂલાઈ રહ્યાં છે. આ નવાઈની બાબત નથી. ગુજરાતમાં આ પ્રકારના સતત કેસ વધી રહ્યાં છે. આ જાણવા છતાં લોકો ખૂબસુરત છોકરીઓના ફોટોગ્રાફ જાેઈને લલચાઈ જાય છે.

અમદાવાદના બિઝનેસમેનને ભારે પડ્યો વીડિયો કોલ

આવો જ એક કેસ અમદાવાદમાં નોંધાયો છે. શહેરના એક બિઝનેસ મેનને વીડિયો કોલ પર વર્ચ્યુઅલ સેક્સની જાળમાં ફસાવીને તે વીડિયો ક્લીપ વાયરલ કરવાની ધમકી આપીને ૨.૬૯ કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં રહેતા એક બિઝનેસમેનને રાતના સમયે કોઈ યુવતીનો ફોન આવ્યો હતો અને તેણે મોરબીથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું. આ સમયે એકાએક આવેલા ફોનને પગલે  બિઝનેસમેને તેની સાથે વાત કરતાં જ યુવતીએ તેમને જાળમાં ફસાવી લીધા હતા.

પ્રેમિકાનું ભૂત મને ખુબ જ ત્રાસ આપે છે, મને ડર લાગે છે સાહેબ….’ પ્રેમીની વાત સાંભળીને પોલીસ પણ થરથર ધ્રુજી ઉઠી

‘મંગળ’ રાશિમાં રાહુનું સંક્રમણ, આ રાશિના લોકોના જીવનમાં આવશે બેહિસાબ પૈસા, જાણો તમને શું અસર થશે

અ’વાદનો ઉદ્યોગપતિ ઉઘાડો પડ્યો! વીડિયો કોલ પર કપડાં ઉતરાવીને છોકરીએ લાખો નહીં આટલા કરોડ રૂપિયા ખંખેર્યા

યુવતીએ આ રીતે ફસાવી લીધા હતા જાળમાં

આ દરમિયાન વાત આગળ વધતાં યુવતીએ વીડિયો કોલ કરીને કપડાં કાઢી નાખ્યા હતા અને બિઝનેસમેનના પણ કપડાં કઢાવી નાખ્યા હતા. આ વીડિયો રેકોર્ડ થઈ ગયા બાદ યુવતીએ સીધા ૫૦ હજારની માગણી કરી હતી.  બિઝનેસમેને સમાજમાં ઈજ્જત જવાના ડરથી ૫૦ હજાર રૂપિયા યુવતીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા પણ આ સિલસિલો આટલેથી અટક્યો નહોતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી આ ચીટર ગેંગે પૈસા વસૂલવાની શરૂઆત કરી દીધી હતી.

અમદાવાદમા ચીટર ગેંગ એકટિવ 

અમદાવાદના આ બિઝનેસમેનને એટલી હદે ડરાવી દીધા હતાં કે તેઓ દરેક ફોન કોલ બાદ રૂપિયા ટ્રાન્સફર કરી દેતા હતાં. આટલું ઓછું હોય તેમ બોગસ પોલીસ અધિકારીઓની આ પ્રકરણમાં એન્ટ્રી થઈ હતી. આ કેસમાં દિલ્હી સાયબર ક્રાઈમના એક પીઆઈના નામે આવેલા ફોનમાં તમે જે યુવતી સાથે વીડિયો કોલ પર વાત કરી છે તેણે આત્મહત્યા કરવાની કોશિષ કરી છે. તેને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.   આ યુવતીએ આત્મહત્યા કરવા પાછળ તમારૂ નામ આગળ ધર્યું છે. એટલે તો બિઝનેસમેન વધારે ડરી ગયા હતા.

2.69 કરોડ ખંખેરી લીધા

તેઓ સમજી જ ના શક્યા હતા કે આ એક ચીટિગ કોલ છે. ફોન કરનારે પોલીસની ઓળખ આપીને બિઝનેસમેનને આ કેસમાંથી બહાર નીકળવા માટે ૮૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા.  આ ગેંગે આટલેથી પણ ન અટકતાં અમદાવાદના આ વેપારીને  અલગ અલગ પ્રકારના પોલીસ અધિકારીઓ અને સીબીઆઈ તથા સાયબર ક્રાઈમ સહિતના વિભાગોના અધિકારીઓની ઓળખ આપીને ૨.૬૯ કરોડ ખંખેરી લીધા હતાં. બિઝનેસમેને જ્યાં સુધી બન્યું ત્યાં સુધી રૂપિયા આપતા ગયા પણ હવે તેઓ કંટાળતાં સીધા  સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને આ ચીટર ગેંગ સામે ફરિયાદ નોંધાવી છે.  પોલીસે પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

 


Share this Article