સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ગુજરાતના અમરેલીની કહેવાય છે જ્યાં રાત્રિના અંધારામાં અચાનક સિંહોનું ટોળું રોડ પર આવી ગયું હતું. વાયરલ થયેલી ક્લિપમાં જોઈ શકાય છે કે સિંહોનું ટોળું રસ્તા પર મુક્તપણે ફરે છે. રાજૌલાના રામપુરા ગામમાં જેણે પણ આ દ્રશ્ય જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયું. આ પહેલીવાર નથી જ્યારે સિંહો માનવ વસાહતની આસપાસ આ રીતે ફરતા જોવા મળ્યા હોય.
Another day,
Another pride…
Walking on the streets of Gujarat pic.twitter.com/kEAxByqPUU
— Susanta Nanda (@susantananda3) February 15, 2023
સિંહોનું ટોળું રસ્તા પર મુક્તપણે ફરે છે
આ વિડિયો ભારતીય વન સેવા (IFS) અધિકારી સુશાંત નંદા દ્વારા 15 ફેબ્રુઆરીએ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું – ગુજરાતની શેરીઓમાં સાવજની લટાર.
5 રાશિને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે, શનિ અને સુર્ય એવો કમાલ કરશે કે તમને બધા સલામી મારશે
આ વીડિયો લખાયો ત્યાં સુધી આ વીડિયોને 6 લાખ 10 હજારથી વધુ વ્યૂઝ અને 6 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ ઉપરાંત સેંકડો લોકોએ પ્રતિસાદ આપ્યો. એક વ્યક્તિએ લખ્યું- આ કેટલું ખતરનાક છે. બીજાએ લખ્યું – જ્યારે કોઈ તેમની સામે આવ્યું હોત તો શું થયું હોત.