પાલનપુર: પાલનપુર-આબુરોડ હાઇવે પર બુધવારની મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાતા પોલીસ અને 108 ની ટિમ દોડતી થઈ હતી આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. રાત્રીના સમય અથવા વહેલી સવારે હાઇવે પર અકસ્માતના બનાવોની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.
ગત મોડી રાત્રે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક ફોરલેન હાઇવે પર ઉભેલી ટ્રક પાછળ અન્ય એક ટ્રક ઘુસી જતા એક વ્યક્તિ નું મોત થયું હતું જોકે ઘટના ની જાણ થતાં અમીરગઢ પોલીસ સહિત 108 ના પાઇલોટ મહેન્દ્ર ભાઈ ઇએમટી ભાવિનભાઈ સ્થળ પર દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવમાં એક વ્યક્તિનું મોત થતા પોલીસ દ્વારા મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઇ જવાયો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી